India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
India Energy Week:દુનિયાના દરેક નિષ્ણાત આજે કહી રહ્યા છે કે 21મી સદી ભારતની સદી છે.

India Energy Week: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઇન્ડિયા એનર્જી વીકને વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું હતું. દરમિયાન વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ઇન્ડિયા એનર્જી વીકમાં દેશ અને દુનિયાભરથી અહી યશોભૂમિ ખાતે એકઠા થયેલા તમામ સાથીદારો ફક્ત આનો ભાગ નથી, તમે ભારતની ઉર્જા મહત્વાકાંક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છો. દુનિયાના દરેક નિષ્ણાત આજે કહી રહ્યા છે કે 21મી સદી ભારતની સદી છે. ભારત ફક્ત પોતાના વિકાસને જ નહીં પરંતુ વિશ્વના વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે અને આમાં આપણા ઊર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે.
Sharing my remarks at the @IndiaEnergyWeek. https://t.co/LR166lIqyF
— Narendra Modi (@narendramodi) February 11, 2025
તેમણે કહ્યું કે ભારતની એનર્જી એમ્બિશન પાંચ પિલર્સ પર ઉભી છે. આપણી પાસે સંસાધનો છે, જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અમે અમારા પ્રતિભાશાળી લોકોને નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આપણી પાસે આર્થિક તાકાત અને રાજકીય સ્થિરતા છે. ભારત પાસે એક વ્યૂહાત્મક ભૂગોળ છે જે ઊર્જા વેપારને વધુ આકર્ષક અને સરળ બનાવે છે. ભારત વૈશ્વિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે, જે ભારતના ઊર્જા ક્ષેત્રમાં નવી શક્યતાઓ ઊભી કરી રહ્યું છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ છે - પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારતનો બાયોફ્યુઅલ ઉદ્યોગ ઝડપથી વિકાસ માટે તૈયાર છે. આપણી પાસે 50 કરોડ મેટ્રિક ટન સસ્ટેનેબલ ફીડસ્ટોક છે. ભારતના G20 પ્રમુખપદ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચના કરવામાં આવી હતી, જે સતત વિસ્તરી રહી છે. 28 રાષ્ટ્રો અને 12 આંતરરાષ્ટ્રીય સંગઠનો જોડાયા છે. તે કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી રહ્યું છે અને શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપિત કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે આગામી બે દાયકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આગામી 5 વર્ષમાં આપણે ઘણા મોટા સીમાચિહ્નો પાર કરવાના છીએ, આપણા ઘણા ઉર્જા લક્ષ્યો 2030ની સમયમર્યાદા સાથે સુસંગત છે. આપણા આ લક્ષ્યો ખૂબ મહત્વાકાંક્ષી લાગે છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં ભારતે જે હાંસલ કર્યું છે તેનાથી વિશ્વાસ પેદા થયો છે કે આપણે આ લક્ષ્ય પ્રાપ્ત કરીશું. છેલ્લા 10 વર્ષમાં ભારત 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી વધીને 5મા સૌથી મોટા અર્થતંત્રમાં વિકસ્યું છે. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ છે.
ખેડૂતોને ઉર્જા પ્રદાતા બનાવ્યા - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે દેશના સામાન્ય પરિવારો અને ખેડૂતોને ઉર્જા પ્રદાતા બનાવ્યા છે. ગયા વર્ષે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજનાનો વ્યાપ ફક્ત ઉર્જા ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી. આનાથી સૌર ક્ષેત્રમાં નવી કુશળતાનું સર્જન થઈ રહ્યું છે, એક નવી સેવા ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે અને તમારા માટે રોકાણની શક્યતાઓ પણ વધી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
