શોધખોળ કરો
Advertisement
બિહારના મુઝફ્ફરપુરમાં ગમખ્વાર અકસ્માત, સ્કોર્પિયો અને ટ્રેકટરની ટક્કરમાં 11 લોકોનાં મોત
બિહારના મુઝફફરપુરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. સ્કોર્પિયો કાર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયાં છે.
પટના: બિહારના મુઝફફરપુરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. સ્કોર્પિયો કાર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. આ દૂર્ઘટના મુઝફફરપુરના કાંટી પ્રખંડ માં થયો છે. આ અકસ્માત એક સ્કોર્પિયો અને ટ્રેકટરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માત કારને મોટુ નુકસાન પહોંચ્યું છે. સ્કોર્પિયો એનએચ-28 પર જઇ રહી હતી, ત્યારે ટ્રેકટર સાથે ટક્કર થઇ હતી. આ દૂર્ઘટનામાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે તેમ છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. સ્થાનિક લોકોએ ટ્રાફિક જામ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દૂર્ઘટના સરમસપુર હેલ્થ કેરની સામે ઘટી છે. પોલીસે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion