શોધખોળ કરો
Advertisement
બિહાર ચૂંટણીઃ બીજેપીના મોટા નેતાઓએ ચિરાગ પાસવાનને બિહારમાં શેનો ઉપયોગ કરવાની ચોખ્ખી ના પાડી દીધા, જાણો વિગતે
જાણકારી અનુસાર, બીજેપી એલજેપીને તે વલણ સાથે સહમત નથી જેમાં એનડીએમાં કેન્દ્રની સાથે અને બિહારમાં અલગ રહેવાની વાત કહેવામાં આવી રહી છે. સુત્રોનુ માનીએ તો બીજેપી પોતાના તરફથી પટનામાં ચિરાગ અને એલજેપી પર સ્થિતિ સ્પષ્ટ કરશે
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીએ બિહારમાં ખુદને એનડીએથી અલગ કરી દીધી છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે આ ફેંસલો તેમના માટે ભારે પડવાનો છે. સુત્રો અનુસાર ચિરાગ પાસવાનના વલણથી બીજેપીના મોટા નેતાઓ નારાજ છે. બીજેપીએ એલજેપીના ચોખ્ખુ કહી દીધુ છે કે ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીની તસવીરનો ઉપયોગ ના કરે.
જાણકારી અનુસાર, બીજેપી એલજેપીને તે વલણ સાથે સહમત નથી જેમાં એનડીએમાં કેન્દ્રની સાથે અને બિહારમાં અલગ રહેવાની વાત કહેવામાં આવી રહી છે. સુત્રોનુ માનીએ તો બીજેપી પોતાના તરફથી પટનામાં ચિરાગ અને એલજેપી પર સ્થિતિ સ્પષ્ટ કરશે.
બીજેપી સુત્રો અનુસાર એલજેપીએ બીજેપી તરફથી જે ઓફર આપવામાં આવી હતી, તેમાં તે સહમત નથી, ત્યારબાદ એલજેપીએ એલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. પટનામાં આજે બીજેપીની પ્રેસ કૉન્ફરન્સ થવાની છે, આમાં બીજેપી એલજેપીને લઇને સ્થિતિ સ્પષ્ટ કરશે.
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભામાં જબરદસ્ત જંગ જામ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ચિરાગ પાસવાને કહ્યું બિહારની જનતા નીતિશ કુમારને હવે સીએમ બનતા નથી જોવા માંગતી. બિહારમાં નીતિશ કુમારના વિરોધમાં સત્તા વિરોધી લહેર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement