Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
મતદાનના બીજા તબક્કા પછી એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. એવામાં NDA અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.

Bihar Exit Poll 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાનનો બીજો તબક્કો મંગળવારે (11 નવેમ્બર) પૂર્ણ થયો. રાજ્યમાં મતદાનનો પ્રથમ તબક્કો ગુરુવારે (6 નવેમ્બર) પૂર્ણ થયો. બંને તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. મતદાનના બીજા તબક્કા પછી એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. એવામાં NDA અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
IANS મેટ્રિક્સના એક્ઝિટ પોલના પરિણામોમાં NDA ગઠબંધનને 147-167 બેઠકો જીતવાનો અંદાજ છે. બીજી તરફ, ઈન્ડિયા ગઠબંધનને 70-90 બેઠકો જીતવાનો અંદાજ છે. આ સિવાય અન્યોના ખાતામાં 2-6 બેઠકો મળી રહી છે. આ એક્ઝિટ પોલના પરિણામોમાં બિહારમાં NDA સરકાર બનવાનો અંદાજ છે.
बिहार चुनाव 2025 के दोनों चरणों की वोटिंग पूरी हो चुकी है. इस बीच एग्जिट पोल के रुझान भी सामने आ गए हैं. IANS-Matrize के मुताबिक एनडीए को 147-167 सीट मिल सकती हैं. #BiharResultsOnABP #Bihar #Elections #ExitPoll #PollOfPollsOnABP pic.twitter.com/TawedLioY8
— ABP News (@ABPNews) November 11, 2025
IANS મેટ્રિક્સ અનુસાર NDAને 48 ટકા, મહાગઠબંધનને 37 ટકા અને અન્યોને 15 ટકા મત મળવાનો અંદાજ છે.
NDAમાં ભારતીય જનતા પાર્ટીને 65-73 બેઠકો, JDUને 67-75 બેઠકો અને LJPને 7-9 બેઠકો મળવાનો અંદાજ છે. વધુમાં, જીતન રામ માંઝીની પાર્ટીને 4-5 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 1-2 બેઠકો મળી શકે છે.
ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલ મુજબ, NDA ને 130-138 બેઠકો, મહાગઠબંધનને 100-108 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળી શકે છે. આ સર્વે મુજબ ભાજપને 70-75 બેઠકો, JDU ને 52-57, LJP (રામવિલાસ) ને 14-19, HAM ને 0-2 બેઠકો અને RLM ને 2-3 બેઠકો મળી શકે છે.
આ સર્વે મુજબ, RJD ને 75-80 બેઠકો, કોંગ્રેસને 17-23, લેફ્ટને 10-16 બેઠકો અને VIP ને 7-9 બેઠકો મળી શકે છે. પોલસ્ટાર્ટ મુજબ, ભાજપને 68-72 બેઠકો, JDU ને 55-60, LJP રામવિલાસ 9-12, HAM ને 1-2 બેઠકો અને RLM ને 0-2 બેઠકો મળી શકે છે.
આ સાથે જ પોલ સ્ટાર્ટના સર્વે મુજબ, NDA 133-148 બેઠકો, મહાગઠબંધન 87-102 બેઠકો અને અન્ય 3-5 બેઠકો જીતી શકે છે. ઓપિનિયન પોલ મુજબ, RJD 65-72 બેઠકો, કોંગ્રેસ 9-13 , VIP 2-3 અને લેફ્ટને 11-14 બેઠકો જીતી શકે છે.
પોલસ્ટાર્ટ મુજબ, NDA 45 ટકા, મહાગઠબંધન 40 ટકા અને અન્યોને 15 ટકા મત મળી શકે છે.
(Disclaimer: બીજા તબક્કાની ચૂંટણી સાથે બિહારની તમામ 243 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. દેશ ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યો છે. વિવિધ સર્વે એજન્સીઓએ બિહારમાં એક્ઝિટ પોલ કર્યા છે. એબીપી ન્યૂઝે પોતાનો સર્વે કર્યો નથી.)





















