શોધખોળ કરો
Advertisement
Bihar Election: જેડીયૂ અને આરજેડીએ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોને મળી ટિકિટ
બિહાર વિધાનસભાને લઈને આરજેડી અને જેડીયૂ બંને પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
પટના: બિહાર વિધાનસભાને લઈને આરજેડી અને જેડીયૂ બંને પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેજસ્વી યાદવના નેતૃત્વવાળા મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. પરંતુ નીતીશ કુમારને નેતૃત્વવાળા એનડીએમાં હાલ પેચ ફસાયેલો છે. પરંતુ આ પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમારે ઉમેદવારોને ટિકિટ આપી દિધી છે.
જેડીયૂએ હવે પ્રથમ તબક્કા માટે ઉમેદવારના નામ જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેડીયૂએ જગદીશપુરથી કુસુમલતા કુશવાહા, ધોસીથી રાહુલ શર્મા, ચકાઈથી સંજય પ્રસાદ જ્યારે રોહતાસ કરહગર બેઠક પરથી વશિષ્ઠ સિહ, મોકામાથી રાજીવ લોચન જ્યારે બરબીધાથી સુદર્શનને જેડીયૂની ટિકિટ મળી છે.
આ સિવાય સૂર્યગઢાથી રામાનંદ મંડળને જેડીયૂએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઝાઝાથી દામોદર રાવતને જેડીયૂએ ટિકિટ આપી છે. અમરાપુર વિધાનસભાથી જયંત કુમારને ટિકિટ આપવામાં આવી છે.
આરજેડીએ જે ઉમેદવારોને ટિકિટ આપી છે જેમાં જહાનાબાદથી સુદય યાદવ, સાવિત્રી દેવી ચકાઈથી, શેખપુરાથી વિજય સમ્રાટ, શાહપૂરથી રાહુલ તિવારી, જગદીશપુરથી રામવિશુન સિંહ, નોખાથી અનિતા દેવી, રામગઢથી સુધાકર, જમુઈથી વિજય પ્રકાશ, મખદુમપરથી સુબેદાર દાસ બેલહરથી રામદેવ યાદવ, મધુબનીથી સમીર કુમાર મહાસેઠ આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડશે.
ઝાઝાથી રાજેન્દ્ર યાદવ, ઓબરા વિધાનસભા બેઠક પરથી પૂર્વ કેંદ્રીય મંત્રી કાંતિ સિંહના દિકરાને ટિકિટ આપવામાં આવી છે, ગોહ વિધાનસભા બેઠક પરથી ભીમ સિંહને ટિકિટ આપવામાં આવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion