શોધખોળ કરો
Advertisement
Bihar Elections ABP-CVoter Opinion Poll: બિહારમાં કોની બનશે સરકાર ? કોને મળશે કેટલી સીટ, જાણો વિગતે
ઓપિનિયન પોલ મુજબ 60 ટકા લોકો નીતીશ કુમારથી નારાજ છે અને મુખ્યમંત્રી બદલવા ઈચ્છે છે.
ABP Opinion Poll: બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે 71 વિધાનસભા સીટો પર પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે થશે. રાજ્યમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 વિધાનસભા વિસ્તારમાં, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો અને ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન ત્રણ નવેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન સાત નવેમ્બરે થશે. ચૂંટણી પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે.
બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન છે. ABP ન્યૂઝના સી વોટરે ફાઇનલ ઓપિનિયન કર્યો છે. બિહારની તમામ 243 સીટ પર 30 હજાર 678 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વે 1 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો હતો.
સર્વે મુજબ નીતિશ+ના ખાતામાં 43 ટકા વોટ, લાલુ+ના ખાતામાં 35 ટકા વોટ, ચિરાગ પાસવાનની એલજેપીને 4 ટકા વોટ અને અન્યને 18 ટકા વોટ મળી રહ્યા છે. સીટોની વાત કરવામાં આવે તો નીતીશના નેતૃત્વવાળી એનડીએ સૌથી આગળ છે. નીતિશ+ ના ખાતામાં 135-159 સીટ, લાલુ+ ને 77-98 સીટ અને એલજેપીને 1-5 સીટ મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 4થી 8 સીટ જઈ શકે છે.
ઓપિનિયન પોલ મુજબ 60 ટકા લોકો નીતીશ કુમારથી નારાજ છે અને મુખ્યમંત્રી બદલવા ઈચ્છે છે. 26 ટકા લોકોએ કહ્યું અમે નારાજ છીએ ફણ બદલવા ઈચ્છતા નથી. જયારે 14 ટકા લોકો ન તો નારાજ છે કે ન તો નીતીશને બદલવા માંગે છે. બિહારમાં મુખ્યમંત્રીની પસંદને લઈ 30% લોકોએ નીતીશ કુમાર, તેજસ્વી યાદવ પર 20%, ચિરાગ પાસવાન પર 14%, સુશીલ મોદી પર 10% લોકોએ ભરોસો વ્યક્ત કર્યો હતો.
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ તારીખ છે છેલ્લી
અમદાવાદઃ ધનિક પરિવારની મહિલા કોની સાથે શરીર સુખ માણી રહી હતી ને પુત્રવધૂ જોઈ ગઈ ? પતિને કહેતાં મળ્યો શું નફફટ જવાબ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion