શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ તારીખ છે છેલ્લી
નાણા મંત્રાલયે કહ્યું કે, વ્યક્તિગત કરાદાતાઓ માટે નાણાકીય વર્ષ 2019-20ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદા એક મહિનો વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખ એક મહિનો લંબાવવામાં આવી છે. નાણા મંત્રાલયે કહ્યું કે, વ્યક્તિગત કરાદાતાઓ માટે નાણાકીય વર્ષ 2019-20ના ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદા એક મહિનો વધારીને 31 ડિસેમ્બર કરી દેવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું કે, જે કરદાતાના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર છે તેમના માટે આઈટીઆર દાખલ કરવાની સમય મર્યાદા બે મહિના વધારીને 31 જાન્યુઆરી 2021 કરવામાં આવી છે. સરકારે આ પહેલા મે મહિનામાં કરદાતાને રાહત આપતા નાણાકીય વર્ષ 2019-20માં આઈટીઆર ભરવાની સમય મર્યાદા 31 જુલાઈથી વધારી 30 નવેમ્બર કરી હતી.
CBDT એ એક નિવેદનમાં કહ્યું, જે કરદાતા માટે આવકવેરા રિટર્ન ભરવાની સમય મર્યાદા પહેલા 31 જુલાઈ હતી તેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે. જ્યારે જે કરદાતાના ખાતાની ઓડિટ કરવાની જરૂર છે તેની સમયમર્યાદા પહેલા 31 ઓક્ટોબર 2020 હતી, જેને લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે. સીબીડીએ કહ્યું, કરદાતાને આઈટીઆર ભરવામાં વધારે સમય આપવા સમય મર્યાદા લંબાવવામાં આવી છે.
કોરોના વાયરસઃ WHOનું મોટું નિવેદન, કહ્યું- કેટલાક દેશો મહામારીના ડેન્જર ટ્રેક પર
અમદાવાદઃ ધનિક પરિવારની મહિલા કોની સાથે શરીર સુખ માણી રહી હતી ને પુત્રવધૂ જોઈ ગઈ ? પતિને કહેતાં મળ્યો શું નફફટ જવાબ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion