શોધખોળ કરો

Bihar News: બિહારમાં નવાજૂનીના એંધાણ! નીતિશ કુમારે તમામ કાર્યક્રમો રદ્દ કરી બધા ધારાસભ્યોને પટના બોલાવતા ચકચાર

Bihar News:  બિહારમાં આ દિવસોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા એલાયન્સની પહેલ કરનાર સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુ તેનો હિસ્સો બની શકશે કે નહીં તે અંગે શંકાના વાદળો ઘેરાઈ ગયા છે.

Bihar News:  બિહારમાં આ દિવસોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા એલાયન્સની પહેલ કરનાર સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુ તેનો હિસ્સો બની શકશે કે નહીં તે અંગે શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. આનું કારણ આરજેડી અને જેડીયુ વચ્ચેનો કથિત તણાવ છે, જ્યારે પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ નીતિશ કુમારે જે પ્રકારના નિવેદનો આપ્યા છે તેનાથી લાગે છે કે ભાજપને લઈને તણાવ છે. તેમનો સૂર બદલાઈ ગયો છે. તે જ સમયે, લાલુ યાદવની પુત્રીએ પણ પરિવારવાદને લઈને તાજેતરમાં આપેલા નિવેદન પર નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. આવી સ્થિતિમાં મહાગઠબંધન તૂટવાની અને નીતીશ કુમારની એનડીએમાં વાપસીની અટકળોએ જોર પકડ્યું છે. બિહારના આ તાજેતરના રાજકીય ઘટનાક્રમ પર એક નજર કરીએ તો...

  • સીએમ નીતિશ કુમારના તમામ કાર્યક્રમો રદ્દ
  • જેડીયુના તમામ ધારાસભ્યોને પટના બોલાવવામાં આવ્યા 
  • સીએમ આવાસ પર જેડીયુ નેતાઓની બેઠક
  • લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સીએમ નીતિશ કુમારનું નામ લીધા વગર નિશાન સાધ્યું.
  • સીએમ નીતિશ કુમાર રાહુલ ગાંધીની યાત્રાથી અળગા રહ્યા
  • બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરી દિલ્હી જવા રવાના થયા છે
  • નીતીશ કેબિનેટની બેઠક માત્ર 25 મિનિટમાં પૂરી થઈ ગઈ
  • બિહાર કેબિનેટની બેઠકમાં તેજસ્વી યાદવ મૌન રહ્યા અને કોઈની સાથે વાત કરી ન હતી.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે બીજેપીના કેન્દ્રીય નેતૃત્વએ બિહાર પર ચર્ચા કરી હતી.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેપી નેતાઓને સૂચના - સીએમ નીતિશ પર બોલતી વખતે સાવચેતી રાખો
  • બુધવારે સીએમ નીતિશે લાલુ યાદવનું નામ લીધા વગર પરિવારવાદ પર નિશાન સાધ્યું.
  • સીએમ નીતિશે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવા પર પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો
  • ઈન્ડિયા એલાયન્સના સંયોજક પદનો અસ્વીકાર કર્યો
  • લલન સિંહને હટાવીને સીએમ નીતિશ પોતે પાર્ટીના અધ્યક્ષ બન્યા.

બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નીતિશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને જોડવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત કંઈક આ પ્રકારનું છે. જો RJD+કોંગ્રેસ+લેફ્ટની સીટો જોડવામાં આવે તો સંખ્યા 79+19+16 એટલે કે 114 થાય છે. સ્પષ્ટ છે કે બહુમત માટે 8 ધારાસભ્યોની ઘટ છે. લાલુ કેમ્પ આ 8 ધારાસભ્યોને આકર્ષવામાં વ્યસ્ત છે.

તે જ સમયે, નીતિશ કુમાર તેમના નિવાસસ્થાને જેડીયુના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. લાલુ જાદુઈ આંકડાઓ એકત્રિત કરે તે પહેલા જ નીતિશ વિધાનસભા ભંગ કરી શકે છે. સત્તા મેળવવા માટે બેઠકોના સમીકરણની વાત કરીએ તો જીતન રામ માંઝીની પાર્ટી HAM પાસે 4 ધારાસભ્યો છે. AIMIM પાસે 1 ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્ય (સુમિત સિંહ) છે. જો લાલુ તેમને પણ લઈ લે તો સંખ્યા 120 થઈ જાય છે. લાલુને હજુ વધુ 2 ધારાસભ્યોની જરૂર છે. સાથે જ સીએમ હાઉસ બાદ રાબડી આવાસમાં પણ ધમાલ તેજ થઈ ગઈ છે. તેમના નજીકના સહયોગી ભોલા યાદવ અને શક્તિ સિંહ યાદવ લાલુને મળવા માટે રાબડીના ઘરે પહોંચ્યા છે. તેમના સિવાય અન્ય કેટલાક ધારાસભ્યો પણ આવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget