Bilkis Bano Case Update: સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોને આપ્યો ઝટકો, સમીક્ષા અરજી ફગાવી
Bilkis Bano Case Update: બિલકિસ બાનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે.
Bilkis Bano Case Update: બિલકિસ બાનોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલકિસ બાનોએ તેના દોષિતોને મુક્ત કરવાનો વિરોધ કર્યો હતો. બિલ્કિસ બાનોએ તેની અરજીમાં 2002માં તેના પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવા બદલ દોષિત 11 લોકોની વહેલી મુક્તિને પડકારી હતી.
અગાઉ, સુપ્રીમ કોર્ટે આ અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. બિલ્કિસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચને વિનંતી કરી હતી કે આ મામલાની સુનાવણી માટે બીજી બેન્ચની રચના કરવાની જરૂર છે. જેના પર CJI ચંદ્રચુડે કહ્યું, "રિટ પિટિશન સૂચિબદ્ધ કરવામાં આવશે. એક જ વસ્તુનો વારંવાર ઉલ્લેખ કરશો નહીં."
Supreme Court dismisses the plea of Bilkis Bano seeking review of its earlier order by which it had asked the Gujarat government to consider the plea for the remission of convicts under 1992 policy. pic.twitter.com/5NAGg9mvvl
— ANI (@ANI) December 17, 2022
શું છે બિલકિસ બાનો કેસ?
2002માં ગોધરા ટ્રેન સળગાવાને પગલે થયેલા રમખાણો દરમિયાન બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે બાનો 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. 21 જાન્યુઆરી, 2008ના રોજ, સીબીઆઈની વિશેષ અદાલતે 11 લોકોને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા સંભળાવી. આ વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે તમામ દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા.
ગુજરાત સરકારે ગુનેગારોને મુક્ત કર્યા હતા
ગુજરાત સરકારે 1992ના નિયમો હેઠળ તમામ આજીવન કેદની સજાને 14 વર્ષની કરી હતી. અગાઉ, દોષિતોએ સજા વિરુદ્ધ પહેલા બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે દોષિતોની અરજી ફગાવી દીધી હતી. ત્યારપછી તે બધા સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યાં પણ તેમની અરજી ફગાવી દેવામાં આવી. બિલકિસ બાનો તરફથી દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનમાં કહેવામાં આવ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચાલતી હતી ત્યારે ત્યાં પણ નિયમો લાગુ થવા જોઈએ ગુજરાતના નહીં.