શોધખોળ કરો
હવે હરિયાણામાં પ્રાઈવેટ નોકરીઓમાં સ્થાનીક લોકો માટે 75 ટકા બેઠક રહેશે અનામત, વિધાનસભામાં બિલ પાસ
હવે હરિયાણામાં પ્રાઈવેટ નોકરીઓમાં સ્થાનીક લોકો માટે 75 ટકા બેઠકો અનામત રહેશે. જેને સંબંધિત બિલને આજે હરિયાણા વિધાનસભામાં મંજૂર મળી ગઈ છે.

ફાઈલ ફોટો
ચંડીગઢ: હવે હરિયાણામાં પ્રાઈવેટ નોકરીઓમાં સ્થાનીક લોકો માટે 75 ટકા બેઠકો અનામત રહેશે. જેને સંબંધિત બિલને આજે હરિયાણા વિધાનસભામાં મંજૂર મળી ગઈ છે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી અને જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ટ્વિટ કરી તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું, હરિયાણાના લાખો યુવકોને કરવામાં આવેલો અમારો વાયદો આજે પૂરો થયો છે. હવે પ્રદેશની તમામ પ્રાઈવેટ નોકરીઓમાં 75 ટકા હરિયાણાના યુવાઓ હશે. સરકારનો હિસ્સો બન્યાના ઠીક એક વર્ષ બાદ આવેલ આ ઘડી મારા માટે ભાવુક કરનારી છે. જનનાયકની પ્રેરણા અને તમારા સહયોગથી હંમેશા તમારી સેવા કરતો રહુ, આજ મારી કામના છે. ઉલ્લેખનીય છે કે દુષ્યંત ચૌટાલાએ હરિયાણા વિધાનસભામાં સ્થાનીક લોકોને પ્રાઈવેટ નોકરીમાં અનામત આપવા સંબંધી વાયદાઓ કર્યા હતા. હવે મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વવાળી ભાજપ-જેજેપી સરકારે વિધાનસભામાં આ બિલને મંજૂરી આપી દિધી છે.
વધુ વાંચો





















