શોધખોળ કરો

Biparjoy : અચાનક હવા-વરસાદ બંધ થઈ જાય તો સાવધાન! બિપોરજોય છે છેતારમણું

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ પણ ચક્રવાત દરિયાકાંઠે અથડાવે છે ત્યારે તેના કેન્દ્ર (ચક્રવાતની આંખ)ની સ્થિતિ વધુ ખતરનાક હોય છે.

Cyclone Biparjoy Landfall :  ભયાનક બનેલુ ચક્રવાત બિપરજોય આખરે આજે ગુજરાતના કચ્છ સાથે ટકરાયું છે. વાવાઝોડાના આ લેન્ડફોલમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જ્યારે સમગ્ર વિસ્તારની વીજળી પણ બંધ થઈ ગઈ છે. અનિચ્છનીય ઘટનાને જોતા લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. પવનની ઝડપ 125 કિમીથી વધુ હોવાનું કહેવાય છે. આ વાવાઝોડું લગભગ કેટલાય કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ સ્થિતિમાં તે દરિયાકાંઠે અથડાયા પછી ધીમે ધીમે આગળ વધશે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ પણ ચક્રવાત દરિયાકાંઠે અથડાવે છે ત્યારે તેના કેન્દ્ર (ચક્રવાતની આંખ)ની સ્થિતિ વધુ ખતરનાક હોય છે. વાસ્તવમાં આ સ્થિતિ છે જ્યારે વાવાઝોડું શાંત થઈ જાય છે અને વરસાદ પણ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં કદાચ વાવાઝોડું ટળી ગયું હોય એવો વહેમ ઉભો થાય છે અને લોકો ભૂલ કરી બેસે છે. પરિણામે નુકશાન વેઠવાનો વારો આવે છે. વાસ્તવમાં તોફાન ટળ્યું નથી હોતું. કારણ કે વાવાઝોડું જેમ જેમ આગળ વધે છે, તે જ ઝડપે પાછળથી વરસાદ પડે છે અને તેજ ગતિનો પવન આ વિસ્તારને ઘેરી લે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો ચક્રવાત જખૌ બંદર પર ત્રાટકે છે તો ચક્રવાતનું કેન્દ્ર તે વિસ્તારમાં આવતાની સાથે જ ઝડપી પવન અને વરસાદ બંધ થઈ જશે. તે લગભગ 50 કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલું હોય છે. આ કેન્દ્રની પ્રગતિ બાદ ફરીથી સ્થિતિ એટલી જ વિકટ બનશે. વાવાઝોડાના કેન્દ્રને આગળ વધવામાં લગભગ 1 કલાકનો સમય લાગશે. જ્યારે કેન્દ્રમાંથી બહાર નીકળ્યા બાદ બીજો ભાગ કેન્દ્ર સાથે અથડાશે ત્યારે ફરી 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન શાસ્ત્રીના જણાવ્યા મુજબ, આ સ્થિતિ વધુ ગંભીર હોય છે. કારણ કે વાવાઝોડું બંધ થવાનો ભ્રમ છે અને લોકો તેમના ઘરની બહાર નીકળી જાય છે. તેથી આવા સમયે પણ લોકોને તેમના ઘરોમાં અથવા સલામત સ્થળોએ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાત્રે લગભગ 12 વાગ્યા સુધી તોફાનનો લેન્ડફોલ ચાલુ રહેશે. ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત આ ચક્રવાતી વાવાઝોડાની લેન્ડફોલની અસર ગુજરાત અને પંજાબના કેટલાક ભાગોમાં પણ જોવા મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Embed widget