Biparjoy Cyclone: ગુજરાત પર વધ્યો વિનાશક વાવાઝોડાનો ખતરો, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ
Biparjoy Cyclone Updates: વાવાઝોડની ઝડપમાં પણ વધારો થયો છે. 15 જૂનના બપોરે આ સીવિયર સાયકલોનના કારણે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકે રહશે.
Biparjoy Cyclone News: ગુજરાત પર વિનાશક વાવાઝોડનો ખતરો વધ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, વાવાઝોડું એક્સ્ટ્રીમ્લિ સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે. વાવાઝોડની ઝડપમાં પણ વધારો થયો છે. 15 જૂનના બપોરે આ સીવિયર સાયકલોનના કારણે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકે રહશે.
ચક્રવાતી તોફાન બિપરજોયે હવે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ તે ભારતીય તટ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવા સહિત દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે.
કેટલું દૂર છે વાવાઝોડું
- પોરબંદરથી 340 કિમી
- દ્વારકાથી 380 કિમી
- નલિયાથી 470 કિમી
પોરબંદરમાં મંદિરની દિવાલ ધરાશાયી
બિપરજોઈ વાવાઝોડાની અસર પોરબંદરના દરિયા કિનારે જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરના દરિયા કાંઠે આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરની દિવાલ ધરાશાયી થઈ છે. ભાવનગરના મહુવાના દરિયા કિનારે વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. મહુવાના કતપર દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે. દરિયા કાંઠે દરિયાના મોજા ઉછળી રહ્યા છે. તેજ ગતિએ પવન સાથે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી છાંટા પડી રહ્યા છે.
Cyclone Alert for Saurashtra & Kutch Coast: Orange Message. ESCS BIPARJPY at 0530IST of today over eastcentral & adjoining NE Arabian Sea near lat 19.2N & long 67.7E, about 380km SSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port,Gujarat by noon of 15June. https://t.co/KLRdEFGKQj pic.twitter.com/bxn44UUVhD
— India Meteorological Department (@Indiametdept) June 12, 2023
વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.
કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી
- કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા
- મોરબીમાં કનુભાઈ દેસાઈ
- રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ
- પોરબંદરમાં કુંવરજી બાવળિયા
- જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા
- દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી
- જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા
- ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી