શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 9 જિલ્લામાં બર્ડ ફ્લૂ ફેલાતા ફફડાટ, ડાંગમાં 10 કાગડાના મોત, કેન્દ્રની ટીમ પહોંચશે ગુજરાત
ગુજરાતમાં ધીરે ઘીરે બર્ડ ફ્લૂ માથું ઉંચકી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 10 કાગડાના મોત બાદ સેમ્પલ લેવાતા કાગડાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગુજરાતમાં 9 જિલ્લામાં બર્ડ ફ્લૂએ પગ પેસારો કર્યો છે. ગુજરાતમાં સુરત, વલસાડ, ડાંગ, વડોદરા, જૂનાગઢ, પોરબંદરમાં બર્ડ ફ્લૂનો કેર જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં બર્ડ ફ્લૂનો કેર વધતાં કેન્દ્રની નિષ્ણાત ટીમ ગુજરાતની મુલાકાતે આવશે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં 10 કાગડાના મૃત્યુ થયા છે. 10માંથી પૈકી 4 કાગડાના રિપોર્ટ લેવાયા છે.જેમાંથી પૈકી એક કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડાંગ જિલ્લામાં કાગડાના મોતથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. પોલ્ટ્રી વિસ્તારમાં સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જો કે હજું સુધી ડાંગ જિલ્લામાં પોલ્ટ્રી ફાર્મમાં વેચાણ કે ખરીદી પર કોઇ પ્રતિબંધ નથી લગાવાયો.
ગુજરાતમાં કાગડા, બતક, ટીટોડી, કબૂતર બાદ મોર, કુંજ પછીના સેમ્પલો પણ ભોપાલ સ્થિત લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ કાગડાના મોત થયા છે. ત્યારે ધીરે ધીરે રાજ્યમાં બર્ડ ફ્લૂનો ફેલાવો થતાં કેન્દ્રે એકસપર્ટની ટીમને રાજ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
દેશના 10 રાજ્યમાં ફેલાયો બર્ડ ફ્લૂ બર્ડ ફ્લૂનો કેર
દેશમાં 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ થઇ છે, દેશમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કેરળ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, ઝારખંડમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઇ છે. આ તમામ રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીના અકુદરતી મોતના કેસ સામે આવ્યા છે. જેના પગલે કેન્દ્ર દ્રારા એડવાઈઝરી જાહેર કરી છે,
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement