શોધખોળ કરો

AI સમિટમાં હંગામાને લઈને BJP એ ખોલ્યો મોરચો, કોંગ્રેસ મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન, કાર્યકરોએ તોડ્યા બેરિકેડ

AI Summit 2026 Protest Delhi: દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી AI સમિટ 2026માં શુક્રવારે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

AI Summit 2026 Protest Delhi: દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી AI સમિટ 2026માં શુક્રવારે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ટી-શર્ટ ઉતારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ઘટનાના વિરોધમાં આજે શનિવારે ભાજપ દ્વારા દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં અકબર રોડ પર ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બેરિકેડ તોડીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા અને સાંસદ મનોજ તિવારી પણ જોડાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે.

ભાજપના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના આ પ્રદર્શનને 'દેશદ્રોહ' ગણાવતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, AI શિખર સંમેલનમાં 80થી વધુ દેશોના પ્રતિનિધિઓ આવ્યા હતા અને સૌએ ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે, પરંતુ કોંગ્રેસે ભાડૂતી ગુંડાઓ દ્વારા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તિવારીએ વધુમાં ઉમેર્યું કે દેશની જનતા કોંગ્રેસના આ કૃત્ય માટે તેમને ક્યારેય માફ નહીં કરે. ભાજપના નેતાઓ 'દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે' તેવા પોસ્ટરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને જોતા દિલ્હી પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.

બીજી તરફ, AI સમિટ દરમિયાન હંગામો કરવા બદલ ધરપકડ કરાયેલા યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યકરોમાં યુથ કોંગ્રેસના સેક્રેટરી કૃષ્ણા હરિ, બિહાર રાજ્ય સચિવ કુંદન યાદવ, ઉત્તર પ્રદેશના ઉપપ્રમુખ અજય કુમાર અને રાષ્ટ્રીય સંયોજક નરસિમ્હા યાદવનો સમાવેશ થાય છે. કોર્ટમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ કાર્યકરો માત્ર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા અને તેમને બંધારણીય રીતે વિરોધ કરવાનો અધિકાર છે. હાલમાં આ મામલે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે અને બંને પક્ષો વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget