BJP Candidate list 2021 : BJPએ બીજી યાદી જાહેર કરી, સાંસદ બાબુલ સુપ્રિયો લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ આ યાદીમાં 63 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી અને કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોનું નામ સામેલ છે. આ સિવાય લોકસભા સાંસદ નિસિથ પ્રામાણિક અને સ્વપન દાસ ગુપ્તાને પણ ટિકિટ આપી છે. સ્વપન દાસ ગુપ્તા રાજ્યસભાના સાંસદ છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ આ યાદીમાં 63 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી અને કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોનું નામ સામેલ છે. આ સિવાય લોકસભા સાંસદ નિસિથ પ્રામાણિક અને સ્વપન દાસ ગુપ્તાને પણ ટિકિટ આપી છે. સ્વપન દાસ ગુપ્તા રાજ્યસભાના સાંસદ છે.
રાજીવ બેનર્જીને પણ ટિકિટ
જ્યારે ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થનારા રાજીવ બેનર્જીને ડોમઝૂર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ અલીપુરદ્વારથી અશોક લહરની, ચણડીતાલાથી યશદાસ ગુપ્તા, બિહાલા ઈસ્ટથી પાયલ સરકાર, કસ્બાથી ડૉ ઈંદ્રનીલ ખાન, હાવડા સ્યામપુરથી અભિનેત્રી તનુશ્રી ચક્રવર્તી, ચુચુડાથી લોકેજ ચેટર્જી, સોનારપુર સાઉથથી અંજના બાસુ અને હાવડા દક્ષિણથી રનતી દેવ સેન ગુપ્તાને ટિકિટ આપી છે.
200થી વધારે બેઠકો જીતશે ભાજપ-અરુણ સિંહ
ભાજપની બીજી યાદી જાહેર કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. તેમણે દાવો કર્યો છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 200થી વધારે બેઠકો જીતશે.