![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BJP: પીએમ મોદીના નજીકના સાંસદે રાજીનીતિમાંથી સન્યાસનું કર્યુ એલાન, કેન્દ્રમાં રહી ચૂક્યા છે મિનિસ્ટર
ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી
![BJP: પીએમ મોદીના નજીકના સાંસદે રાજીનીતિમાંથી સન્યાસનું કર્યુ એલાન, કેન્દ્રમાં રહી ચૂક્યા છે મિનિસ્ટર BJP First List: lok sabha election bjp first list lok sabha election 2024 chandni chowk mp dr harsh vardhan announces retirement from politics BJP: પીએમ મોદીના નજીકના સાંસદે રાજીનીતિમાંથી સન્યાસનું કર્યુ એલાન, કેન્દ્રમાં રહી ચૂક્યા છે મિનિસ્ટર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/da6a76a11635f5e27d2578d41f78de5e1709392597437878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BJP First List: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવ્યા બાદ રાજધાની દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટના સાંસદ ડૉ. હર્ષવર્ધને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
આ પહેલા પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને ઝારખંડના હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ ભાજપની પ્રથમ યાદી બહાર આવે તે પહેલા જ સક્રિય રાજકારણમાંથી ખસી જવા વિનંતી કરી હતી. આ સાથે જ હવે સાંસદ ડૉ. હર્ષવર્ધને પણ સક્રિય રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી. ડૉ. હર્ષવર્ધન, તેમની ત્રીસ વર્ષથી વધુની પ્રસિદ્ધ ચૂંટણી કારકીર્દીમાં પાંચેય વિધાનસભા અને બે સંસદીય ચૂંટણી લડ્યા હતા, તે તમામમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. આ સિવાય તેમણે પાર્ટી સંગઠન, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ ઘણા પ્રતિષ્ઠિત પદો સંભાળ્યા હતા. હવે હું મારા કામ પર પાછા ફરવા માંગુ છું.
After over thirty years of a glorious electoral career, during which I won all the five assembly and two parliamentary elections that I fought with exemplary margins, and held a multitude of prestigious positions in the party organisation and the governments at the state and…
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2024
તેમણે લખ્યું છે કે પચાસ વર્ષ પહેલાં જ્યારે મેં ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની ઇચ્છા સાથે કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ લીધો હતો, ત્યારે માનવજાતની સેવા એ મારું સૂત્ર હતું.
કોણ છે પ્રવીણ ખંડેલવાલ જેના માટે ભાજપે ડૉ.હર્ષવર્ધનનની કપાઇ ટિકીટ ?
દિલ્હીની 5 લોકસભા સીટોમાંથી જે સૌથી વધુ ચર્ચાઈ રહી છે તે ચાંદની ચોક છે. કોઈ પણ માની ન શકે કે તેણે કેવી રીતે ડૉ. હર્ષવર્ધનને બહારનો રસ્તો બતાવ્યો છે. પ્રવીણ ખંડેલવાલ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ નામની સંસ્થાના સ્થાપક અને રાષ્ટ્રીય મહાસચિવ છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. દિલ્હીના રાજકારણ પર નજર રાખનારા પત્રકારોનું કહેવું છે કે પ્રવીણ ખંડેલવાલ ભાજપના નેતાઓની પ્રેસ રિલીઝ એક વિભાગમાંથી બીજા વિભાગમાં મોકલતા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)