Delhi Politcs: અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખી સૂચનો આપ્યા, કપિલ મિશ્રાએ કેજરીવાલ પર કર્યા પ્રહાર
Delhi News: દિલ્હી સરકારની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના આરોપો વચ્ચે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે.
![Delhi Politcs: અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખી સૂચનો આપ્યા, કપિલ મિશ્રાએ કેજરીવાલ પર કર્યા પ્રહાર BJP Leader Kapil Mishra's Attack On CM Kejriwal Through Anna's Letter, Know Here What Allegations He Make Delhi Politcs: અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખી સૂચનો આપ્યા, કપિલ મિશ્રાએ કેજરીવાલ પર કર્યા પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/c7d510cf5fb600d67a9a6c15a00981d71661846640336272_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Delhi News: દિલ્હી સરકારની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના આરોપો વચ્ચે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. આ પત્રમાં અન્નાએ દારૂને લગતી સમસ્યાઓ પર પોતાના સૂચનો આપ્યા છે. અન્નાના આ પત્ર બાદ દિલ્હીનું રાજકારણ વધુ ગરમાયું છે. અન્નાએ લખેલા આ પત્રના આધારે ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને તેમની સરકારની ટીકા કરી રહ્યા છે. દરમિયાન બીજેપી નેતા કપિલ મિશ્રાએ અન્નાના પત્રની ભાવનાને 'ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન'ના દરેક કાર્યકરની ભાવના ગણાવી છે.
કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યા:
કપિલ મિશ્રાએ ટ્વીટર પર લખ્યું, “અન્નાના પત્રની ભાવના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતના દરેક કાર્યકરની ભાવના છે. કેજરીવાલ પોતે એ જ ભ્રષ્ટાચાર અને ઘમંડનું પ્રતિક બની ગયા છે જેની સાથે લડવા આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી હતી. ફંડની રકમમાં ગડબડી, લાંચ, કૌભાંડ, દારૂ જેવા દુષણ સાથે કેજરીવાલ આજે રાજકારણમાં ગંદકીનું બીજું નામ છે.
अन्ना के पत्र की भावना इंडिया अगेन्स्ट करप्शन के हर कार्यकर्ता की भावना हैं
— Kapil Mishra (@KapilMishra_IND) August 30, 2022
जिससे लड़ने के लिए आम आदमी पार्टी बनी उसी भ्रष्टाचार और अहंकार का प्रतीक आज केजरीवाल खुद बन चुके हैं
चंदे की गड़बड़ी, रिश्वतख़ोरी, घोटाले , शराब : केजरीवाल आज राजनीति में गंदगी का दूसरा नाम pic.twitter.com/inImRbjU4u
ભાજપમાં જોડાતા પહેલા કપિલ મિશ્રા આમ આદમી પાર્ટીમાં હતા. તેમણે AAPની ટિકિટ પર દિલ્હીના કરવલ નગર વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી પણ જીતી હતી. પરંતુ તેઓ AAP છોડીને 2019માં ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને 2020ની વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
અન્ના હજારેનું અરવિંદ કેજરીવાલને સૂચનઃ
અન્ના હજારેએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને દિલ્હીની એક્સાઈઝ નીતિની ટીકા કરી છે. જેમાં અન્નાએ લખ્યું છે કે, "તમે 'સ્વરાજ' નામના આ પુસ્તકમાં કેટલી આદર્શ વાતો લખી છે. ત્યારે તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ રાજકારણમાં આવ્યા પછી અને મુખ્યમંત્રી બન્યા પછી લાગે છે કે તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો." તેમણે લખ્યું છે કે, "જે રીતે દારૂનો નશો છે, તેવી જ રીતે સત્તાનો નશો પણ છે. લાગે છે કે તમે પણ સત્તાના નશામાં ડૂબી ગયા છો."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)