શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં ભાજપના કયા મહિલા કેન્દ્રીય મંત્રીએ સાઉથ ઈન્ડિયન ફૂડની મજા માણી? નામ જાણીને ચોંકી જશો
કેફે મદ્રાસ પહોંચીને તેમણે પારંપરિક દક્ષિણ ભારતીય વ્યંજનનો લિજ્જત માણી હતી. તેમણે ઉપમા પોડી, રવા અદાઇ અને ટુપ્પા ઢોસાનો મજા માણી હતી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના શાનદાર ટ્વીટ અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરીને ચર્ચામાં રહે છે. તેઓ મુંબઈના મદ્રાસ કાફે ખાતે પહોંચ્યા હતા અને સાઉથ ઈન્ડિયન ફૂડની મજા માણી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામમાં પોતાની તસવીર શેર કરી હતી જે જોઈને તમારા મોમાં પાણી આવી જશે. તેઓ મુંબઈના માટુંગામાં સૌથી પ્રખ્યાત એવા કેફે મદ્રાસ ખાતે પહોંચ્યાં હતાં.
કેફે મદ્રાસ પહોંચીને તેમણે પારંપરિક દક્ષિણ ભારતીય વ્યંજનનો લિજ્જત માણી હતી. તેમણે ઉપમા પોડી, રવા અદાઇ અને ટુપ્પા ઢોસાનો મજા માણી હતી. તેમણે દરેક ફોટો અપલોડ કર્યાં બાદ ફિલ્ટર કોફીનો ફોટો મોકલ્યો હતો અને લખ્યું હતું, ઝક્કાસ અને ખાના ખલાસ.
સ્મૃતિ ઈરાનીએ ખાવાની તસવીરો અપોલડ કર્યા બાદ ડિસ્ક્લેમરમાં લખ્યું હતું, જે લોકો એ વિચારી રહ્યા છે કે આ બધું જ મેં આરોગ્યું, તેઓ એકવાર ફરીથી વિચારે.
75 વર્ષથી કેફે મદ્રાસ ચાલી રહ્યું છે. અત્યારે ત્રીજી પેઢી આ કાફેને ચલાવી રહી છે. કામથ પરિવાર આ કેફેને ચલાવી રહી છે.
આ ફોટોને અપલોડ કરતાં તેમણે જગદીશ અને દેવરથ કામથના પણ ફોટો અપલોડ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement