શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ લોકોને મળતા હતા BJPના નેતા, હાર્ટ અટેકના કારણે થયું મોત, જાણો વિગત
ઉત્તર આગરા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય જગન પ્રસાદ ગર્ગનું બુધવારે અવસાન થયું હતું. તેઓ આ સીટ પરથી સતત પાંચ વખત ચૂંટણી જીત્યા હતા. તેમના મોતથી યુપી ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આગરાઃ ઉત્તર આગરા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય જગન પ્રસાદ ગર્ગનું બુધવારે અવસાન થયું હતું. તેઓ આ સીટ પરથી સતત પાંચ વખત ચૂંટણી જીત્યા હતા. તેમના મોતથી યુપી ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
જગન પ્રસાગ ગર્ગને દરેક વર્ગનું સમર્થન મળ્યું હતું. વિવાદોથી હંમેશા દૂર રહેતા જગન પ્રસાદ ગર્ગ, આગરાથી ભાજપના ઉમેદાવર અને યુપી સરકારના મંત્રી એસપી સિંહ બઘેલનો પ્રચાર કરતા હતા. બુધવારે બપોરે એક ચૂંટણી સભાને સંબોધન કર્યા બાદ મંચથી નીચે ઉતરીને લોકોન મળતા હતા ત્યારે હાર્ટઅટેક આવતાં ત્યાં જ ઢળી પડ્યા હતા.
જે બાદ તેમના સમર્થકો અને બીજેપી કાર્યકર્તા હોસ્પિટલો લઇ ગયા હતા. જ્યાં થોડી મિનિટો બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જગન પ્રસાદના નિધનના સમાચારથી ભાજપમાં શોકની લહેર છવાઇ ગઇ હતી.Chief Minister Yogi Adityanath pays last respects to Jagan Prasad Garg, BJP MLA from Agra, who passed away earlier today. pic.twitter.com/hSziWBhto9
— ANI UP (@ANINewsUP) April 10, 2019
VIDEO: કર્ણાટકમાં મતદારોને રીઝવવા કોંગ્રેસના મંત્રીએ કર્યો નાગિન ડાંસ સોનગઢમાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે જામનગરઃ પૂનમ માડમે બળદ ગાડા પર બેસી કર્યો ચૂંટણી પ્રચાર, જુઓ વીડિયોJagan Prasad Garg, BJP MLA from Agra, has passed away. He was admitted to hospital earlier today. More details awaited. pic.twitter.com/zNCQ5m6AsY
— ANI UP (@ANINewsUP) April 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement