Uttarakhand News: ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત, આ નેતાને સોંપાઇ કમાન
ઉત્તરાખંડમાં ભાજપે નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામને લઈને અટકળો ચાલી રહી હતી
Uttarakhand News: ઉત્તરાખંડમાં ભાજપે નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામને લઈને અટકળો ચાલી રહી હતી. જોકે, પાર્ટીએ ઉત્તરાખંડમાં જ નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. ભાજપે રાજ્યમાં પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે મહેન્દ્ર ભટ્ટની નિમણૂક કરી છે.
BJP national president JP Nadda appoints Mahendra Bhatt as the new state president of BJP Uttarakhand pic.twitter.com/7WJNsjBeLr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 30, 2022
ઉત્તરાખંડમાં પાર્ટીના નવા અધ્યક્ષની જાહેરાત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જાહેર પત્ર મારફતે કરવામાં આવી છે. 30 જુલાઈના રોજ જાહેર કરાયેલા પત્રમાં લખ્યું હતુ કે "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહેન્દ્ર ભટ્ટને ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે."
આ પહેલા બુધવારે મહેન્દ્ર ભટ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જે બાદ રાજ્યમાં મહેન્દ્ર ભટ્ટને પાર્ટી અધ્યક્ષ બનાવવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, ભટ્ટે તેને માત્ર સૌજન્ય મુલાકાત ગણાવી હતી. મહેન્દ્ર ભટ્ટ ઉત્તરાખંડની બદ્રીનાથ સીટથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.