(Source: ECI/ABP News/ABP Majha)
BJP New Poster: BJPએ બદલ્યું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું બેકગ્રાઉન્ડ પોસ્ટર, રામ મંદિર ઉદ્ધાટનની તારીખ સાથે લગાવી તસવીર
BJP New Poster: BJP એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું બેકગ્રાઉન્ડ પોસ્ટર બદલ્યું છે. પાર્ટીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી 2024 અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણની તસવીરને નવું બેક ગ્રાઉન્ડ પોસ્ટર બનાવ્યું છે.
BJP New Poster: BJP એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું બેકગ્રાઉન્ડ પોસ્ટર બદલ્યું છે. પાર્ટીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી 2024 અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણની તસવીરને નવું બેક ગ્રાઉન્ડ પોસ્ટર બનાવ્યું છે.
ભાજપના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા નવા બેકગ્રાઉન્ડ પોસ્ટરમાં, અયોધ્યાના રામ મંદિરમાં આયોજિત રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ '22 જાન્યુઆરી 2024' અને જયશ્રીરામ લખ્યું છે.
નવા બેકગ્રાઉન્ડ પોસ્ટરમાં શું છે?
આ નવા બેકગ્રાઉન્ડ પોસ્ટરમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીર પણ મૂકવામાં આવી છે અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાથ જોડીને જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જોવા મળી રહ્યા છે.
PM મોદી ક્યારે જશે?
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશના 4,000 સંતો-મહાત્માઓ અને સમાજના 2,500 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આને ધ્યાનમાં રાખીને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે 'ટેન્ટ સિટી' બનાવવામાં આવી રહી છે, જેમાં 80 હજાર શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
ભારત અને વિદેશમાંથી લાખો લોકો અયોધ્યા પહોંચે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈચ્છા મુજબ શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને અયોધ્યા વિકાસ પ્રાધિકરણ દ્વારા વિવિધ સ્થળોએ ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે. જેમાં રહેવા અને ભોજનની શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવશે.
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે
#WATCH | General Secretary of Sri Ram Janambhoomi Trust Champat Rai on meeting PM Narendra Modi and confirming January 22, 2024 as the date of installation of Lord Ram idol in the Garbhagriha of the Ram Mandir in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/wBtWetiNW6
— ANI (@ANI) October 25, 2023
અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પીએમ મોદી પણ હાજર રહેશે. બપોરે 12:30 કલાકે અભિષેકની વિધિ થશે. રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્યો આજે પીએમ મોદીને મળ્યા અને તેમને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું, જેને પીએમ મોદીએ સ્વીકાર્યું.પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા ઘરે મળવા આવ્યા હતા. તેમણે મને શ્રી રામ મંદિરના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે. જય સિયા રામ.