શોધખોળ કરો
Advertisement
આર્ટિકલ 370 પર ભાજપે રિલીઝ કરી શૉર્ટ ફિલ્મ, દેશભરમાં 405 સભાઓમાં દર્શાવાશે
આ શોર્ટ ફિલ્મમાં આતંકવાદથી લઈ જમ્મુ કાશ્મીરની તમામ સમસ્યાઓની પાછળ આર્ટિકલ 370ને જવાબદાર ગણાવ્યો છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર પર મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયને લઈ ભાજપે આર્ટિકલ 370 પર એક શૉર્ટ ફિલ્મ બનાવી છે. જેને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રિલીઝ કરી છે. આ ફિલ્મ નવ મીનિટની છે. ભાજપ જનસંપર્ક અભિયાન અને સભાઓ દરમિયાન આ શૉર્ટ ફિલ્મ લોકોને દેખાડશે. ફિલ્મમાં આર્ટિકલ 370 લાગુ કરવાથી લઈને તેને હટાવવા સુધી કહાણી દર્શાવાઈ છે.
ભાજપ દેશભરમાં બે-બે હજાર લોકોની 405 સભાઓ કરશે. જેમાં 370 સભાઓ અલગ અલગ રાજ્યોમાં થશે. જ્યારે 35 સભાઓ કેન્દ્ર શાસિત રાજ્યોમાં કરશે. આ તમામ સભાઓમાં આ ફિલ્મ દર્શાવાશે. ભાજપ આ શોર્ટ ફિલ્મ દર્શાવીને લોકો વચ્ચે કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણયને જમીન સુધી પહોંચાડવા માંગં છે.
આ શોર્ટ ફિલ્મમાં આતંકવાદથી લઈ જમ્મુ કાશ્મીરની તમામ સમસ્યાઓની પાછળ આર્ટિકલ 370ને જવાબદાર ગણાવ્યો છે. શોર્ટ ફિલ્મ દ્વારા કલમ 370ના દુષ્પ્રભાવ અને હવે આ કલમ હટ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદાખને થનારા ફાયદા અંગે લોકોને જણાવવામાં આવશે.एक ऐतिहासिक भूल की वजह से 70 साल तक जम्मू-कश्मीर की धरा रक्तिम होती रही। लाखों नागरिक अपने अधिकारों से वंचित रहे, बच्चों को पत्थर थमाए जाते रहे। मोदी सरकार के दृ़ढ़ निश्चय से अब भारत में दो विधान, दो प्रधान और दो निशान का प्रावधान हमेशा के लिए खत्म हो चुका है। एक लघु फिल्म। pic.twitter.com/2KTqZpUF7L
— BJP (@BJP4India) September 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement