(Source: ECI/ABP News/ABP Majha)
By Election : ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવારોની કરી જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?
હરિયાણાના આદમપુરમાં ભવ્ય બિશ્નોઇ, તેલંગાણાના મુનુગોડેમાં કોમાતિરેડ્ડી રાજગોપાલ રેડ્ડી અને ઉત્તર પ્રદેશના ગોલા ગોકરનનાથ સીટ પર અમન ગિરિને ટિકિટ આપવામાં આવી છે.
By Election : ભાજપ દ્વારા હરિયાણા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને ઉમેદવારોની જાહેરાત કરી છે. હરિયાણાના આદમપુરમાં ભવ્ય બિશ્નોઇ, તેલંગાણાના મુનુગોડેમાં કોમાતિરેડ્ડી રાજગોપાલ રેડ્ડી અને ઉત્તર પ્રદેશના ગોલા ગોકરનનાથ સીટ પર અમન ગિરિને ટિકિટ આપવામાં આવી છે.
BJP releases names of three candidates for the upcoming by-election in Assembly constituencies in Haryana, Telangana and Uttar Pradesh.
— ANI (@ANI) October 8, 2022
Voting is scheduled to be held on 3rd November, 2022 pic.twitter.com/WkewtGE18C
નોંધનીય છે કે, આગામી 3 નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે.
Vadodara : કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટ, 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહીં'
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ અને ભગવંત માનની શહેરમાં રેલી યોજાશે. જોકે આપના દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.
વડોદરામાં આજે આપની તિરંગા યાત્રા યોજાશે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ અને પંજાબ ના મુખ્ય મંત્રી ભગવત માન પણ જોડાશે. આપ પાર્ટી દ્વારા સાંજે 4 કલાકે ભગતસિંહ ચોક ખાતેથી યાત્રાની કરશે શરૂઆત. વડોદરાની 5 એ વિધાનસભામાંથી કાર્યકરો જોડાશે.
સુરત : AAP નેતા રાજેન્દ્ર પાલના વાયરલ વિડીયો બાદ રાજકારણ ગરમાયું છે. સુરતમાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના લાગ્યા પોસ્ટરો. સિટી વિસ્તારમાં લગાવામાં આવ્યા બેનરો. અરવિંદ કેજરીવાલના ફોટો સાથે મોટા પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. ગઈ કાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ.
ગાંધીનગરમાં કેજરીવાલ વિરુદ્ધના બેનરો લાગ્યા છે. સરગાસણ ચોકડી પાસે લાગ્યા બેનર. હિન્દુ હિત રક્ષક સમિતિએ હું હિન્દુ ધર્મને પાગલપન માનું છુંના લગાવ્યા બેનર. ગાંધીનગરથી અમદાવાદ જતા માર્ગ પર હિન્દુ હિત રક્ષક સમિતિ લગાવ્યા બેનર.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોમ્બર ગુજરાતની મુલાકાતે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ૪ સ્થળે જનસભા ને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભા ને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો આ મહિનાની બીજી મુલાકાત. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એ ૧ અને ૨ ઓક્ટોમ્બર ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઑક્ટોબર મહિના ની પેહલી મુલાકાતે ૪ જનસભા ને સંબોધિત કરી હતી. ૧ અને 2 ઓક્ટોમ્બરે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર જનસભાને સંબોધિત કરી હતી.