BJP Foundation Day Live : ‘એવું કોઈ કામ નહોતું જે પવનપુત્ર ન કરી શકે’, સ્થાપના દિવસ પર પીએમ મોદીએ હનુમાનજી સાથે કરી તુલના
BJP Sthappna Diwas: વર્ષ 1980માં આ દિવસે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગયું હતું.
LIVE
Background
BJP Sthappna Diwas 6 April 2023 Live Updates: ભારતીય જનતા પાર્ટી આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વર્ષ 1980માં આ દિવસે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગયું હતું.
ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું હતું કે, તેના સ્થાપના દિવસના અવસર પર, પાર્ટીએ 6 એપ્રિલ 2023 થી 14 એપ્રિલ, ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ સુધી એક વિશેષ સપ્તાહ મનાવવાનો નિર્ણય કર્યો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ અવસર પર તમામ કાર્યકરો પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળશે.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સવારે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવશે. તેઓ પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ દેશભરમાં સંભળાવવામાં આવશે. આ પ્રસંગે ભાજપના તમામ બૂથ કાર્યકરો પોતપોતાના ઘરે ધ્વજ પણ ફરકાવશે.
કમલમ કોબા ખાતે સ્થાપના દિવસ ઉજવાયો
ભાજપ આજે 44મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ભાજપના સ્થાપના દિને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જંયતિભાઇ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો.
દિવાલ પર પાર્ટીના કમળનું પ્રતીક દોર્યું.
ચેન્નાઈ: તમિલનાડુના બીજેપી ચીફ કે અન્નામલાઈએ ભાજપના 44મા સ્થાપના દિવસ પર ટી નગરમાં બીજેપી ઑફિસની નજીકની દિવાલ પર પાર્ટીના કમળનું પ્રતીક દોર્યું.
#WATCH | Chennai: Tamil Nadu BJP Chief K Annamalai paints the party's lotus symbol on a wall nearby the BJP office in T Nagar on BJP's 44th Foundation Day pic.twitter.com/yUZ71QFf1z
— ANI (@ANI) April 6, 2023
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યુ ટ્વિટ
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને ભાજપના સ્થાપના દિવસની શુભકામના પાઠવી છે.
— Nitin Patel (@Nitinbhai_Patel) April 6, 2023
ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છેઃ પીએમ મોદી
PM મોદીએ કહ્યું, આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે… તે નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં મુખ્ય સેવક તરીકે તેની ભૂમિકા ભજવી રહી છે. ભાજપ સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે કામ કરે છે. અમે હંમેશા અમારા હૃદય અને કાર્યશૈલીમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
દેશમાં દરેક જણ બીજેપીનું કમળ ખીલવવા માંગે છે - પીએમ મોદી
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે આ લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મોદી તમારી કબર ખોદશે, ધમકીઓ આપવા લાગ્યા, સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા પક્ષો એક વાત નથી જાણતા કે દેશના ગરીબો અને યુવાનો, માતાઓ, દીકરીઓ, દલિતો દરેક આદિવાસી ભાજપનું કમળ ખીલવવા ઉભા છે.આપણી વિરુદ્ધ આ રાજકીય પક્ષોના કાવતરા ચાલુ જ છે.