શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં ભાજપનું ‘ઓપરેશન લોટ્સ’ શરૂ, અન્ય પક્ષોના MLAs તોડવાની ભાજપે કયા 4 દિગ્ગજ નેતાઓને સોંપી મોટી જવાબદારી? જાણો વિગત
ભાજપે ઓપરેશન લોટ્સની શરૂઆત કરી દીધી છે અને નારાયણ રાણે સહિત ચાર દિગ્ગજ નેતાને આ ધારાસભ્યો તોડવા માટેની તમામ જવાબદારી સોંપવામાં આવી છે.
![મહારાષ્ટ્રમાં ભાજપનું ‘ઓપરેશન લોટ્સ’ શરૂ, અન્ય પક્ષોના MLAs તોડવાની ભાજપે કયા 4 દિગ્ગજ નેતાઓને સોંપી મોટી જવાબદારી? જાણો વિગત BJP Start Operation Lotus and BJP fields Narayan Rane to secure majority for Devendra Fadnavis મહારાષ્ટ્રમાં ભાજપનું ‘ઓપરેશન લોટ્સ’ શરૂ, અન્ય પક્ષોના MLAs તોડવાની ભાજપે કયા 4 દિગ્ગજ નેતાઓને સોંપી મોટી જવાબદારી? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/25082225/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાની વચ્ચે રવિવારે સુપ્રીમ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસ સરકારનાં ગઠનને પડકાર આપનારી કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની અરજીને સાંભળી હતી. સુપ્રિમ કોર્ટે બંને પત્ર આજે 10:30 વાગ્યા સુધી રજુ કરવા કહ્યું હતું અને આ મામલે કેન્દ્ર, મહારાષ્ટ્ર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ-મુખ્યમંત્રી અજિત પવારને નોટિસ ફટકારી છે. ત્યારે ભાજપે ઓપરેશન લોટ્સની શરૂઆત કરી દીધી છે અને નારાયણ રાણે સહિત ચાર દિગ્ગજ નેતાને આ ધારાસભ્યો તોડવા માટેની તમામ જવાબદારી સોંપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવા માટે અન્ય પક્ષોના ધારાસભ્યો તોડવા માટે બીજેપીએ 4 દિગ્ગજ નેતાઓને કામ પર લગાવ્યા છે જે ક્યારેક ને ક્યારેક ત્રણેય દળોમાં રહ્યા છે. આમાં સૌથી મોટું નામ નારાયણ રાણેનું છે જેઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા હતા અને તે પહેલા શિવસેનામાં પણ રહ્યા છે.
આ ઉપરાંત અન્ય નામ રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગણેશ નાઈક, બબન રાવનું છે જેમને બીજેપીએ ‘મિશન લોટ્સ’ની જવાબદારી સોંપી છે. રાધાકૃષ્ણ વિખે પાટિલ કોંગ્રેસ તરફથી વિધાનસભામાં નેતા વિપક્ષ પણ રહ્યા છે. તેમના તમામ કોંગ્રેસ ધારાસભ્યોથી સારા સંબંધ છે અને માનવામાં આવે છે કે તેઓ પોતાના સંબંધોથી મોટું ગાબડું પાડી શકે છે.
સુપ્રિમ કોર્ટે બંને પત્ર આજે 10:30 વાગ્યા સુધી રજુ કરવા કહ્યું હતું અને આ મામલે કેન્દ્ર, મહારાષ્ટ્ર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ-મુખ્યમંત્રી અજિત પવારને નોટિસ ફટકારી છે. હવે આજે સવારે સુનાવણી હાથ ધરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)