Hyderabad : ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની શરૂઆત, જેપી નડ્ડાએ કર્યો ભવ્ય રોડ શો
BJP national executive meeting : હૈદરાબાદની ધરતી પર 18 વર્ષ બાદ યોજાઈ રહેલી બેઠક દ્વારા ભાજપ દક્ષિણ ભારતમાં જોરદાર દસ્તક આપવાની તૈયારી કરી રહ્યું છે.
Hyderabad : તેલંગાણાના હૈદરાબાદમાં ભાજપની બે દિવસીય કાર્યકારી સમિતિની શરૂઆતથઇ ગઈ છે. આજે 1 જુલાઈએ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હૈદરાબાદમાં ભવ્ય રોડ શો કર્યો.
હૈદરાબાદમાં આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવોની બેઠક સાથે ભાજપની બે દિવસીય કાર્યકારી સમિતિની શરૂઆત થઈ છે. હૈદરાબાદની ધરતી પર 18 વર્ષ બાદ યોજાઈ રહેલી બેઠક દ્વારા ભાજપ દક્ષિણ ભારતમાં જોરદાર દસ્તક આપવાની તૈયારી કરી રહ્યું છે. જેની શરૂઆત ભાજપના નેતાઓએ તેલંગાણાની તમામ 119 વિધાનસભાઓમાં 48 કલાક વિતાવીને કરી હતી.
કારોબારી સમિતિની પૂર્વ સંધ્યાએ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રોડ શો કરીને તેમના ઇરાદાઓ જણાવ્યું. જ્યારે આગામી બે દિવસ સુધી ભાજપ કારોબારીના લગભગ 350 સભ્યો તેલંગાણા સહિત દક્ષિણમાં કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં સરકાર કેવી રીતે બનાવવી અને કર્ણાટકમાં કેવી રીતે પાછા ફરવા તે અંગે વિચાર-વિમર્શ કરવાના છે.
Glimpses from BJP National President Shri @JPNadda's massive road show in Hyderabad, Telangana. #TelanganaWelcomesNaddaji pic.twitter.com/33spmDpLCE
— BJP (@BJP4India) July 1, 2022
વડાપ્રધાન મોદી પૂર્ણ સમય માટે હાજર રહેશે
ભાજપના નેશનાળ જનરલ સેક્રેટરી તરુણ ચૂગે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્ય સમિતિ આવતીકાલે 2 જુલાઇને સાંજે 4 વાગ્યે શરૂ થશે.વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય કાર્ય સમિતિના 340 પ્રતિનિધિઓ સાથે દરેક બેઠક અને દરેક સત્રમાં પૂર્ણ સમય રહેશે.
ઓવૈસી અને ચંદ્રશેખર તેમના જ ગઢમાં ઘેરવાની રણનીતિ
આગામી બે દિવસ એટલે કે 2 અને 3 જુલાઈએ હૈદરાબાદના નોવાટેલ કન્વેન્શન સેન્ટરમાં બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યકારિણી દ્વારા ઓવૈસી અને કે ચંદ્રશેખર રાવને તેમના ગઢમાં ઘેરવા માટે આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે.આ બેઠક ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
120 બેઠકો પર કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી
જો સૂત્રોનું માનીએ તો, ભાજપ કર્ણાટક ઉપરાંત અન્ય રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ ભાજપના એજન્ડામાં છે. ભાજપ આ રાજ્યોમાં લગભગ 120 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેની પૃષ્ઠભૂમિ હૈદરાબાદ કારોબારીમાંથી લખવી પડશે.
પીએમ મોદીની લોકપ્રિયતાને કારણે પાર્ટી મજબૂત બનશે
કર્ણાટક અને તેલંગાણાના કેટલાક ભાગોને બાદ કરતાં બાકીના રાજ્યોમાં ભાજપ શૂન્ય પર છે. પરંતુ ભાજપ જાણે છે કે દેશના દરેક ભાગમાં પીએમ નરેન્દ્ર મોદીની ખૂબ જ લોકપ્રિયતા છે. ભાજપ આ બાબતનો ફાયદો ઉઠાવવાની યોજના બનાવી રહી છે. PM મોદી આવતીકાલે બપોરે હૈદરાબાદ પહોંચી રહ્યા છે. સાંજે 4 કલાકે કારોબારી સમિતિનું ઉદ્ઘાટન કરશે. જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા કારોબારીના ઉદઘાટન સત્રને સંબોધિત કરીને કારોબારી સભ્યોની સામે ભાજપની નીતિ વિશે જણાવશે. પીએમ મોદી કાર્યકારિણીના બંને સત્રમાં હાજર રહેશે.