શોધખોળ કરો
Advertisement
અમેઠી: જીતની ઉજવણી કરીને ઘરે પરત ફરતા સ્મૃતિ ઈરાનીના સમર્થકની ગોળી મારી હત્યા
અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના નજીકના ગણાતા કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
અમેઠી: પશ્ચિમ બંગાળમાં બાદ ભાજપના વધુ એક કાર્યકર્તાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશના અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના નજીકના ગણાતા કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. કાર્યકર્તાનું નામ સુરેન્દ્ર સિંહ છે. સુરેન્દ્રસિંહ સ્મૃતિ ઈરાનીના ભવ્ય જીતની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેના ઘરે ગોળીમારી હત્યા કરી નાંખી હતી. સુરેન્દ્ર સિંહ બરોલિયા ગામના પૂર્વ પ્રધાન પણ હતા. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ અડધે રસ્તે જ તેમનું મોત થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સ્મૃતિ ઇરાની પોતાના પ્રચારમાં બ્લોક અને ગ્રામ્ય લેવલના નેતાઓને લઈ જઈને પ્રચાર કરતા હતા. એવામાં જ્યારે તેઓ ત્યાં જતાં ત્યારે ગ્રામ પ્રધાનો/ પૂર્વ પ્રધાનોને બોલાવીને તેમની સાથે જનસંપર્ક કરતા હતા. જો કે હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની સાથે લંડન જઇ રહ્યા હતા જેટ એરવેઝના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલ, મુંબઇ એરપોર્ટ પર કરાઇ અટકાયત
મમતા બેનર્જીએ રાજીનામાની કરી ઓફર, કહ્યું- કોંગ્રેસની જેમ સરેન્ડર નહીં કરું
બે દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળના નાદિયામાં ભાજપના એક કાર્યકર્તાની ગોળીમારી હત્યા કરી દીધી હતી. ભાજપે ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો હતો. 25 વર્ષના સંતુ ઘોષ થોડા દિવસ પહેલાં જ તૃણમૂલ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું ધર્યું, CWCએ કહ્યુ- પાર્ટીને તમારી જરૂરવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement