કોરોના સંક્રમણની વચ્ચે નવી આફત, જાણો ક્યાં કયાં રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે બ્લેક ફંગસ જાણો, શું છે સ્થિતિ ?
કોરોના સંક્રમણની વચ્ચે એક બીજી નવી બીમારી સામે આવી છે. બ્લેક ફંગસથી થતી આ બીમારીનું નામ મ્યુકોરમાઇકોસિસ છે. આ બીમારી એવા લોકોમાં જોવા મળે છે. જે પહેલાથી ડાયાબિટીશથી પીીડિત છે અને તેને કોવિડ-29ની બમારી થઇ છે.
નવી દિલ્લી: કોરોના સંક્રમણની વચ્ચે એક બીજી નવી બીમારી સામે આવી છે. બ્લેક ફંગસથી થતી આ બીમારીનું નામ મ્યુકોરમાઇકોસિસ છે. આ બીમારી એવા લોકોમાં જોવા મળે છે. જે પહેલાથી ડાયાબિટીશથી પીીડિત છે અને તેને કોવિડ-29ની બમારી થઇ છે.
કોરોના સંક્રમણની સામે લડતાં દેશમાં હવે મ્યુકોરમાઇકોસિસના સંક્રમણનો ખતરો તેજ થઇ ગયો છે. મહારાષ્ટ્રના ઠાણેમાં આ સંક્રમણના કારણે બે લોકોના મોત થઇ ગયા છે. મ્યુકોરમાયકોસિસથી પીડિત એવા લોકો છે. જેને પહેલાથી કોરોના થયો હતો અને તેઓ ડાયાબિટીશના પણ દર્દીઓ છે. આ બીમારીએ કયા કયા રાજ્યમાં માથું ઉંચક્યું છે જાણીએ..
ક્યા કયાં રાજ્યમાં ફેલાયો મ્યુકોરમાઇકોસિસ
બ્લેક ફંગસનું સંક્રમણ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ મ્યુકોમાઇકોસિસના કેસ નોંધાઇ રહયાં છે. તો ઓડિશા અને રાજસ્થાનમાં પણ મ્યુકોરમાઇકોસિસે માથું ઉચક્યું છે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.
લક્ષણ અને ખતરો
બ્લેક ફંગસનો ખતરો મોટાભાગે એ લોકોમાં જોવા મળે છે, તો જે ડાયાબિટીશના દર્દી હોય છે. આ સ્થિતિમાં દર્દીએ તેના શુગર લેવલ પર ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી આ બીમારીથી બચવામાં મદદ મળે છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞની માનીએ તો મ્યુકોરમાઇકોસિસના લક્ષણોની વાત કરીએ તો.માથા દુખાવો, તાવ, આંખોમાં દુખાવો, નાક બંધ થવું, આંખોમાં પાણી આવવું, સાયનસ બાદ ધીરેધીરે સંક્રમણ થાય છે.
બ્લેક ફંગસ શું છે?
ભારતીય ચિકિત્સા વિજ્ઞાન પરિષદ(આઇસીએમઆર) મુજબ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેકશન છે. આ ઇન્ફેકશન શરીરમાં ઝડપથી ફેલાઇ છે. આ ફંગસ નાકથી આંખ કાન અને બ્રેઇન સુધી ફેલાઇ છે. સંક્રમણ વધતા તેમાં હાડકા ગળી જાય છે. સમય રહેતા જો તેનો ઇલાજ ન થયા તો મોત થઇ શકે છે.