શોધખોળ કરો

BLOG: હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં એક નવી રીત જોવા મળી રહી છે

આગામી સમયમાં આંદોલનની મહત્વાકાંક્ષાવાળા રાજકીય વિદ્રોહીઓને હોંગકોંગના વિરોધનો ગંભીરતાથી અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવશે. હોંગકોંગ મામલે જે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તે ઘણા મહત્વના અને જરૂરી છે તથા તેમનો જવાબ મળવો જોઈએ. ઈતિહાસ માટે આ એક અસામાન્ય સમય છે.

હોંગકોંગમાં ‘એક રાષ્ટ્ર બે સિસ્ટમ’ શાસનને પરત લેવાના પ્રયાસ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનની રીત તુલનાત્મક રીતે નવી છે. આ વિરોધ શરૂ થયાને 5 મહિનાથી વધારે સમય થઈ ઘયો છે પરંતુ વૈશ્વિક ઈતિહાસમાં હજુ પણ તે નાગરિક વિરોધનું અનિશ્ચિત પ્રકરણ છે. વિશ્વને ભલે તેનાથી સીધો ફર્ક ન પડી રહ્યો હોય પરંતુ ફંડામેન્ટલ રીતે અરાજકતા વધવાની રીતે ન જોવું જોઈએ. અત્યાર સુધી આ વિરોધ પ્રદર્શન અહિંસક રહ્યું છે. અરાજકતાનો અર્થ માત્ર કાનૂન અને વ્યવસ્થાથી ઉપસ્થિતિ જ નથી થતો પરંતુ તેને કટ્ટરપંથી વિચલનના રૂપમમાં પણ જોવામાં આવે છે. આ રીતે હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમજવું જોઈએ અને તે માત્ર ચીન કે હોંગકોંગ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેની અસર ધીમે ધીમ વધી શકે છે. આ માટે અહિંસક અને નાગરિક વિરોધના ઈતિહાસની વર્તમાન કથાનો એક અધ્યાય જોડવો પડશે. આ વિદ્રોહમાં એવા લોકો માટે બોધપાઠ છે જેઓ અત્યાચારનો વિરોધ કરવા માટે રસ્તો શોધવાની કોશિશ કરી રહ્યા છે.  હોંગકોંગમાં શું થઈ રહ્યું છે તેને લઈ દરેક લોકોમાં ડર અને ચિંતા થઈ રહી હોવાની મને આશંકા છે. ચીનની નિષ્ફળતાથી આશંકા પેદા થાય છે કે આ વિદ્રોહ દબાવવા માટે જે ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી. ચીનના ઝિંઝિયાંગ વિસ્તારમાંથી એક લાખ મુસલમાનોને પુનઃશિક્ષા શિબિરોમાં મોકલી દેવામાં આવ્યા છે. ચીન સતત અસંતુષ્ટોને ટાર્ગેટ બનાવતું આવ્યું છે, પછી તે ગમે ત્યાંના હોય. તેણે અન્ય દેશોના રાજકીય શરણ મેળવનારાને સોંપવામાં પણ કોઈ કસર છોડી નથી. ચીન કાનૂન અને વ્યવસ્થા જાળવી રાખવા અને અસંતોષને દબાવવા માટે નિર્દય વલણ અપનાવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે ચીને હોંગકોંગમાં વિદ્રોહના દમનમાં અત્યાર સુધી નિર્ણાયક રીતે કાર્ય કેમ નથી કર્યું. અર્થશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ એવો છે કે ટીન અન્ય દેશો ખાસ કરીને પશ્ચિમી શક્તિઓને વિરોધ કરવા માટે બાધ્ય કરી શકે છે. હોંગકોંગ વિશ્વના સૌથી મોટા આર્થિક બજારો પૈકીનું એક છે અને તેનું સ્ટોક માર્કેટ લંડનથી મોટું છે. પરિણામે ચીન તેના શેરબજારને ખતરો ઉભો થાય તેવું કંઈ પણ ન કરવા માટે ચતુરાઈનો ઉપયોગ કરી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ નિશ્ચિત રીતે માની રહ્યા છે કે માત્ર આર્થિક આચરણના આધારે ચીન તેના પગલાઓને ફેંસલો નહીં કરે. એક વ્યાપક તર્ક એવો પણ છે કે ચીન દાયકાઓથી ખુદને એક જવાબદાર વિશ્વ શક્તિના રૂપમાં  સ્થાપિત કરવા ઈચ્છતું હતું અને તેની વિશ્વસનીયતા ઘટી શકે છે તેથી આ પગલું ભરવા માટે સંકોચાઈ રહ્યું છે. અમેરિકા ખુદને સુપર પાવર માને છે અને જો તે એક જવાબદાર શક્તિ છે તો પણ તેના અનેક રૂપ જેવાકે ગેરકાયદે યુદ્ધો, લોકતાંત્રિક રીતે પસંદ કરવામાં આવેલી સરકારોને સમર્થન આપવું અને અનેક આંતરરાષ્ટ્રીય સમજૂતીને તોડી દેવી વગેરે સામે આવ્યા છે. એક શક્તિ બિનજવાબદાર રીતે કેટલી ખતરનાક થઈ શકે છે તેનો માત્ર ડરની સાથે અટકળો જ લગાવી શકાય છે. તાઈવાન સાથે લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદને ખતમ કરવો અને તેને પીપલ્સ રિપબ્લિકમાં સામેલ કરી શકાય તે હોંગકોંગમાં ચીને કરેલી કાર્યવાહીનું પ્રતિકૂળ પરિણામ હોઈ શકે છે. અહિંસક આંદોલનો વિરોધીને આંચકો આપવા માટે જાણીતા છે. વર્તમાન આંદોલનને 2014ની સરખામણીએ જોવામાં આવે તો વધારે પારદર્શી ચૂંટણીની માંગ સાથે શરૂ થયું હતું અને સમયની સાથે તેને અનિવાર્ય રીતે અહિંસક ચરિત્ર બનાવી રાખ્યું હતું. વિરોધાભાસ એક પ્રત્યર્પણ બિલના વિરોધની સાથે શરૂ થયો પરંતુ છેલ્લ થોડા મહિનામાં માંગો ન માત્ર અનેક ગણી વધી ગઈ છે પરંતુ અપ્રત્યક્ષ રીતે અલગ પણ થઈ ગઈ છે. દેખાવકારો ફંડામેંટલ રિફોર્મની પ્રક્રિયા અંતર્ગત ચૂંટણી કેવી રીતે થાય છે અને પૂરી પ્રક્રિયાને બદલવાની માંગ કરી રહ્યા છે. તેમણે તમામ રાજકીય કેદીઓ માટે પણ માફીની માંગ કરી છે. જોકે આ કોઈ સામાન્ય વિરોધ નથી પરંતુ તે અંગે રાજ્યોને કોઈ પ્રકારનો સંકેત પણ નથી કે આ વિરોધ પ્રદર્શનને કેવી રીતે કાબુ કરી શકાય. રાજયો આ માટે દેખાવકારોને ઉશ્કેરી પણ રહ્યા છે પરંતુ રાજ્યોના આ વલણની સામે દેખાવકારો આશ્ચર્યજનક રીતે સરળતા દાખવી રહ્યા છે અને દેખાવકારો તંત્રને ઠેંગો બતાવવા માટે નવી નવી રણનીતિ અપનાવી રહ્યા છે. ટિયરગેસના શેલને પાણીની બોટલોથી ઠારવામાં આવી રહ્યા છે. ગેસને ફેલાતો અટકાવવા ટ્રાફિક કોનનો ઉપયોગ કરવામાં આવે છે. હોંગકોંગમાં મોટા પાયે અહિંસક સડક વિરોધ કરવાની નવી તસવીર સામે આવી છે. આગામી સમયમાં આંદોલનની મહત્વાકાંક્ષાવાળા રાજકીય વિદ્રોહીઓને હોંગકોંગના વિરોધનો ગંભીરતાથી અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવશે. હોંગકોંગ મામલે જે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તે ઘણા મહત્વના અને જરૂરી છે તથા તેમનો જવાબ મળવો જોઈએ. ઈતિહાસ માટે આ એક અસામાન્ય સમય છે. મતભેદની સંભાવનાઓ આ દરમિયાન ઘણી ઓછી હતી અને તેનાથી મોટાભાગના દેશોમાં નહીંવત અસર થઈ. આ પહેલા અહિંસક કાર્યકર્તાઓવાળી પેઢીઓ અને સીવિલ દેખાવકારોની મોટી માત્રામાં મીડિયામાં ભરતી કરવામાં આવતી હતી. પબ્લિસિટી આ દરમિયાન તેમના માટે ઓક્સિજન સમાન હતું. જેલભરો જેવી રણનીતિ અંગે ગાંધીનો સમય હોય કે 1960ના દક્ષિણના જિમ ક્રોનો સમય હોય તે અંગે પણ ચર્ચા થઈ ચુકી છે. આ દરમિયાન જાગ્રુતતાને એક ‘ઈન્ટરેસ્ટ ઓફ પ્રેસ’ને ઉશ્કેરી શકાય તે રીતે જોવામાં આવતી હતી. આલોચક એમ પણ કહી શકે છે કે આજે જે પણ મીડિયા છે કે પહેલા પણ જે હતું તે મોટાપાયે આજે અહિંસક કાર્યકર્તાઓ માટે ઉપલબ્ધ છે. સડક પર પ્રદર્શન કરવા માટે હોંગકોંગે ગિફ્ટના રપમાં આપણને ન માત્ર એક નવી વાસ્તુકલા આપી છે પરંતુઆ સતયુગમાં આવું પ્રથમ પ્રદર્શન છે. જોકે તેણે આપણને ચેતવણી પણ આપી છે કે મતભેદના સવાલ આપણા જમાનામાં પણ ઉઠતા રહેશે અને આપણી પેઢી માટે આ એખ મહત્વનો પ્રશ્ન છે. વિનય લાલ UCLA માં ઈતિહાસના પ્રોફેસર તરીકે કાર્યરત છે. ઉપરાંત તેઓ લેખક, બ્લોગર અને વિવેચક પણ છે. (નોંધઃ ઉપરોક્ત વ્યકત કરવામાં આવેલા વિચાર લેખકના વ્યક્તિગત વિચાર છે. તેની સાથે એબીપી ન્યૂઝ ગ્રુપ સહમત હોય તે જરૂરી નથી. આ લેખ સાથે સંકળાયેલા તમામ દાવા માટે માત્ર લેખક જ જવાબદાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dahod Congress | યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે આ મોટા કારણથી છોડી દીધી કોંગ્રેસ પાર્ટીGeniben Thakor|‘પ્રજાના પ્રતિનિધીએ ચૂંટાણા પછી કઈ ભાષામાં વાત કરવી એ તો...’ જાણો શું કહ્યું ગેનીબેનેParshottam Rupala | રૂપાલા દ્વારા સર્જાયેલા વિવાદનો અંત લાવવા જયરાજસિંહ મેદાને, પાટીલે શું કહ્યું?Mukhtar Ansari Death | મુખ્તાર અંસારીનું આજે કરાશે પોસ્ટમાર્ટમ, ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Digilocker App: ખિસ્સામાં નહી રાખવા પડે તમામ જરૂરી દસ્તાવેજ, આ એક એપ જ કરશે તમામ કામ
Digilocker App: ખિસ્સામાં નહી રાખવા પડે તમામ જરૂરી દસ્તાવેજ, આ એક એપ જ કરશે તમામ કામ
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Embed widget