શોધખોળ કરો
પઠાણકોટ: બોર્ડર પાસેના ક્ષેત્રમાં ફુગ્ગા સાથે મળી આવ્યો ધમકીભર્યો પત્ર, જાણો શું લખ્યું છે ચીઠ્ઠીમાં
![પઠાણકોટ: બોર્ડર પાસેના ક્ષેત્રમાં ફુગ્ગા સાથે મળી આવ્યો ધમકીભર્યો પત્ર, જાણો શું લખ્યું છે ચીઠ્ઠીમાં Bloons With Threat Message In Urdu Caught In Pathankot પઠાણકોટ: બોર્ડર પાસેના ક્ષેત્રમાં ફુગ્ગા સાથે મળી આવ્યો ધમકીભર્યો પત્ર, જાણો શું લખ્યું છે ચીઠ્ઠીમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/02082404/balloon.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત પાકિસ્તાન બોર્ડર પર તણાવ છે. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શનિવારે મોડી રાત્રે પંજાબના પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં બે પીળા કલરના ફુગ્ગા મળી આવ્યા છે.
આ ફુગ્ગા સાથે એક ચીઠ્ઠી પણ મળી છે. આ ચીઠ્ઠીમાં ઉર્દૂમાં પીએમ મોદીનું નામ લખીને ધમકી આપવામાં આવી છે. આ ચીઠ્ઠીમાં લખ્યું છે કે મોદી સાંભળી લે, અયૂબીની તલવાર હજી અમારી પાસે છે. મોદી સરકાર જંગ નહી લડી શકે. આ ચીઠ્ઠીમાં નીચે પાકિસ્તાની જનતાનું નામ લખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પઠાનકોટ એ વિસ્તાર છે જ્યાં પાકિસ્તાન તરફથી બે મોટા આતંકી હુમલા કરવામાં આવ્યા હતા. હાલ આ ફુગ્ગાને જપ્ત કરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
![balloon2](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/02082419/balloon2-225x300.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)