ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
આ કડીમાં સ્વરા ભાસ્કર અને ઋચા ચઢ્ઢાએ ટ્વીટ કરીને હત્યારાઓને સખત સજાની માંગણી કરી છે.

Bollywood Reactions On Udaipur Tailor Murder: મંગળવારે ઉદેપુરમાં એક દરજીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી, આ મામલે હવે તેજ થયો છે, આ ઘટના બાદ રાજસ્થાનમાં કેટલાય વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, અને કર્ફ્યૂ જેવી સ્થિતિ જેવી છે. આ ઘટનાક્રમને લઇને દેશ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ગુસ્સો અને વિરોધ જોવા મળ્યો છે. ફિલ્મ જગતની હસ્તીઓ પણ આના પર હવે પ્રતિક્રિયાઓ આપી રહી છે. આ કડીમાં સ્વરા ભાસ્કર અને ઋચા ચઢ્ઢાએ ટ્વીટ કરીને હત્યારાઓને સખત સજાની માંગણી કરી છે.
ઉદેપુરમાં દરજી ગળુ કાપીને હત્યા મામલે શું કહ્યું હીરોઇનોએ -
સ્વરા ભાસ્કર -
સ્વરા ભાસ્કરે આ ઘટના પર કૉમેન્ટ કરતા કાર્યવાહીની માંગ કરી છે, અને કહ્યું કે, આરોપીઓને સખત સજા મળવી જોઇએ. તેને ટ્વીટ કરીને લખ્યું- નિંદનીય અને ઘોર નિંદનીય.. અપરાધીઓની સાથે કાનૂન અનુસાર તરત જ અને સખત રીતે નિપટારો કરવો જોઇએ. જઘન્ય અરપાધ... અન્યાયપૂર્ણ, જેવી કે હંમેશા કહેવામાં આવે છે.. જો તમે તમે તમારા ભગવાનના નામ પર મારવા માંગો છો, તો તમારાથી શરૂઆત કરો. બિમાર બિમાર રાક્ષસ.
Despicable and utterly condemnable.. The perpetrators should be dealt with promptly and strictly, as per law! Heinous crime.. Unjustifiable!
— Swara Bhasker (@ReallySwara) June 28, 2022
As one often says.. if you want to kill in the name of your God, start with yourself!
Sick sick monsters! #UdaipurHorror https://t.co/bvf5T2sr0l
ઋચા ચઢ્ઢા -
ઋચા ચઢ્ઢા આ ઘટનાનો વીડિયો વારંવાર શેર કરવા પર ગુસ્સો અને વિરોધ વ્યક્ત કર્યો છે, અને પરિવારના દુઃખને વધુ ના વધારવાની અપીલ કરી છે. તેને ટ્વીટ કરીને- ચેતાવણી વિના આ વીડિયોને ખુબ ઝડપથી મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. કૃપા કરીને આને શેર ના કરો 🙏 પીડિત પરિવાર અને તેમના આઘાત વિશે વિચારો. આમા તેમને જીવનભર સુધીનો સમય લાગી જશે 💔 આ હત્યાનો કોઇ ઔચિત્ય નથી. કટ્ટરપંથી મુસ્લિમ હત્યારાઓને જલદીમાં જલદી સજા આપો.
That video is being shared widely, without trigger warning! Please don't share it 🙏think of the victim's family and their trauma! It'll take them a lifetime to 3 from this💔There's NO justification for this murder.
— RichaChadha (@RichaChadha) June 28, 2022
Punish the radicalised Muslim murderers swiftly. https://t.co/AGPDZC6Lwc
It's all gone mad!
— VISHAL DADLANI (@VishalDadlani) June 28, 2022
This is sick, depraved and absolutely unacceptable. The culprits must be tried BY THE LAW & punished immediately.
Please remember that ALL communal hatred & violence are unacceptable.
Sad that India is suffering every day, because of religion in politics. https://t.co/sscXGsxYYX
શું છે ઉદેપુર હત્યાનો આખો મામલો -
Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતક કન્હૈયા લાલ ટેલર્સની દુકાન ચલાવતો હતો. હત્યારાઓ કપડા સિલાઇ કરાવવાના બહાને તેની દુકાને આવ્યા અને તેની હત્યા કરી નાખી. આટલું જ નહીં તેણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. આ મામલે સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત - એસ.પી -
ઉદયપુરમાં બનેલી આ ઘટના અંગે જિલ્લા એસપી મનોજ કુમારે કહ્યું કે અમને ક્રૂર હત્યાની માહિતી મળતાની સાથે જ પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, અમે ટીમ મોકલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો પણ અમે જોયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
