શોધખોળ કરો
Advertisement
બ્રહ્મકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું 104 વર્ષની વયે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
મહિલાશક્તિના પ્રેરણા સ્ત્રોત રાજયોગિની દાદી જાનકીનો જન્મ જાન્યુઆરી 1961માં પાકિસ્તાના હૈદરાબાદના સિંધ પ્રાંતમાં થયો હતો. 21 વર્ષની ઉંમરમાં તેણે આધ્યાત્મનો માર્ક અપનાવ્યો હતો.
જયપુર: આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીના પ્રશાસક રાજયોગિની દાદી જાનકીનું લાંબી બીમારી બાદ 104 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સંસ્થા દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, દાદી જાનકીનું નિધન માઉન્ટ આબુની એક હોસ્પિટલમાં ગુરુવાર મોડી રાતે 2 વાગ્યે થયું હતું. તેઓને છેલ્લા બે મહિનાથી શ્વાસ અને પેટની બીમારીઓની પીડિત હતા.
દાદી જાનકીના અંમિત સંસ્કાર બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્યાલય સ્થિત શાંતિ વન પરિસરમાં શુક્રવારે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, ‘બ્રહ્મકુમારીની પ્રમુખ રાજયોગિની દાદી જાનકીજી એ સમાજની સેવા પૂરી નિષ્ઠા સાથે કરી છે. તેમણે બીજાના જીવનમાં સકારાત્મક અંતર લાવવાનો પ્રયાસ કર્યો. મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં તેમના પ્રયાસ ઉલ્લેખનીય છે. દુખની આ ઘડીમાં મારા વિચાર તેમના અનગિનત અનુયાયિયો સાથે છે. ઓમ શાંતિ. ’
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જાનકી દાદીના નિધન પર દુખ વ્યક્ત કરતા ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
મહિલાશક્તિના પ્રેરણા સ્ત્રોત રાજયોગિની દાદી જાનકીનો જન્મ જાન્યુઆરી 1961માં પાકિસ્તાના હૈદરાબાદના સિંધ પ્રાંતમાં થયો હતો. 21 વર્ષની ઉંમરમાં તેણે આધ્યાત્મનો માર્ક અપનાવ્યો હતો. 1970માં તેઓ ભારતીય દર્શન, રાજ યોગ અને માનવીય મૂલ્યોની સ્થાપના માટે પશ્ચિમી દેશોમાં ગયા હતા. તેમણે 140 દેશોમાં 140 સેવા કેન્દ્ર સ્થાપિત કર્યા. સંસ્થાના નિવેદન અનુસાર 46 હજાર મહિલાઓ સહિત લગભગ 20 લાખ લોકો બ્રહ્મકુમારી સંસ્થા સાથે જોડાયેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement