Breaking News Live: સોમનાથમાં કેજરીવાલે શું કરી મોટી જાહેરાત ?
Breaking News Updates: આજના દિવસના તમામ મોટા સમાચાર જાણવા અમારી સાથે જોડાયેલા રહો.

Background
Breaking News Updates, 1st August, 2022: આજે કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ છે. ઈડી સંજય રાઉત પર શું કાર્યવાહી કરે છે, સંસદના ચોમાસું સત્રમાં શું થાય છે તેના પર નજર રહેશે.
કેજરીવાલે શું કરી જાહેરાત
અરવિંદ કેજરીવાલે ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે.
પાચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે
(દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાની ટાર્ગેટ)
2- જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે
3- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે
4- પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવવા આવશે.પેપર ના ફૂટે તે માટે દોષિત ને કડક સજા મળે તેવી જોગવાઈ મળશે
5- સહકારી સંસ્થાઓમાં પૈસા થી મળતી નોકરી બંધ કરવામાં આવશે.જે લાયક હશે તેને જ નોકરી આપીશું
5G સ્પેકટ્રમ હરાજી
5G સ્પેક્ટ્રમ હરાજીનો સાતમો દિવસ છે. અત્યાર સુધીમાં કુલ 40 રાઉન્ડ કરવામાં આવ્યા છે. ટેલિકોમ કંપનીઓ રૂ. 1.50 લાખ કરોડથી વધુની બોલી લગાવી છે.
5G Spectrum Auction Day 7 | Total 40 rounds conducted so far. Telecom companies bid for more than Rs 1.50 lakh crores
— ANI (@ANI) August 1, 2022






















