(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live: મુરલી શ્રીશંકર લોંગ જંપની ફાઇનલ માટે થયો ક્વોલિફાયર
Breaking News Updates: આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કેટલાક મેડલ મળી શકે છે.
LIVE
Background
Breaking News 2 August 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022નો પાંચમો દિવસ ભારત માટે ઘણો મહત્વનો રહેવાનો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ નવ મેડલ જીત્યા છે અને તેમાંથી સાત મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે, પરંતુ ચોથા દિવસે ઘણા ખેલાડીઓએ ફાઇનલમાં પહોંચીને પોતાના મેડલ નિશ્ચિત કર્યા છે. આજે આ તમામ ખેલાડીઓના મેડલનો રંગ જાણી શકાશે.
અલ-કાયદાનો વડો અલ-ઝવાહિરી યુએસ ડ્રોન હુમલામાં ઠાર
અફઘાનિસ્તાનમાં કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશનમાં અલ-કાયદાના ચીફ અયમાન અલ-ઝવાહિરીને ઠાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને તેની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં CIA દ્વારા રવિવારે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું. બીબીસી અનુસાર બિડેને કહ્યું કે જવાહિરીએ "અમેરિકન નાગરિકો સામે હત્યા અને હિંસાનો માર્ગ ઘડી કાઢ્યો હતો." તેમણે કહ્યું, "હવે ન્યાય મળ્યો છે અને આ આતંકવાદી નેતા નથી રહ્યા."
અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે ડ્રોને તેના પર બે મિસાઈલ છોડી ત્યારે જવાહિરી સુરક્ષિત ઘરની બાલ્કનીમાં હતો. તેમણે કહ્યું કે પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમને કોઈ નુકસાન થયું ન હતું અને માત્ર જવાહિરી માર્યો ગયો હતો.
2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ જવાહિરીએ અલ-કાયદાને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. તે અને બિન લાદેન યુનાઇટેડ સ્ટેટ્સ પર 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ હતા. જવાહિરી અમેરિકાના ‘મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ’માંનો એક હતો.
દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ
દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ નોંધાયો છે. કેરળમાં પાંચ કેસ નોંધાયા છે. ભારતમાં પણ ધીમે ધીમે મંકીપોક્સના કેસ વધી રહ્યા છે.
Another Nigerian man living in Delhi tests positive for #monkeypox. This is the 3rd monkeypox case in Delhi: Official Sources pic.twitter.com/COmfH3QUHX
— ANI (@ANI) August 2, 2022
કેરળમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો
Kerala | Another #monkeypox case was reported in the state. A 30-year-old is undergoing treatment in Malappuram. He had reached Kozhikode airport on 27 July from UAE: Kerala Health Minister Veena George
— ANI (@ANI) August 2, 2022
This is the fifth case of monkeypox in the state. pic.twitter.com/9Ccc9hT18z
નેશનલ હેરાલ્ડ પર EDના દરોડા
મની લોન્ડ્રિંગ કેસને લઈ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા છે. તાજેતરમાં આ મુદ્દે સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની પૂછપરછ થઈ હતી.
Delhi | ED raids are underway at multiple locations in Delhi pertaining to alleged National Herald money laundering case pic.twitter.com/fUmD1YxI9a
— ANI (@ANI) August 2, 2022
કેરળના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
કેરળના વાયનાડ, મલ્લાપુરમ સહિત 10 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
Kerala | Meteorological Department has issued 'Red' alert for very heavy rain in 10 districts including Wayanad, Palakkad, Malappuram & Calicut for today.
— ANI (@ANI) August 2, 2022
મનહર ઉધાસ ભાજપમાં થશે સામેલ
ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં જાણીતા ગઝલકાર મનહર ઉધાસ પણ સામેલ થશે. આજે સાંજે તેઓ ભાજપનો કેસરિયો ધારણ કરશે.