Breaking News Live: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, જોશીમઠમાં પણ ધરતી ધ્રૂજી, લોકો ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હીની જેએનયુમાં વિદ્યાર્થીઓના એક જૂથે ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું. જેએનયુ પ્રશાસને સ્ક્રિનિંગ રદ કરવા કહ્યું.
LIVE

Background
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, જોશીમઠમાં પણ ધરતી ધ્રૂજી, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Earthquake In Delhi-NCR: આજે (24 જાન્યુઆરી) દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના જોશીમઠ અને રામનગરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી અને ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.
મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારી કર્યો આપઘાત
Junagadh: જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી છે. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે.જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. સાથે જ અન્ય કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. મહંત સામે ચોંકાવનારા આરોપો પણ લાગ્યા હતા કે રાજભારતી બાપુ મુસ્લિમ છે.અને સાચું નામ હુજેફા હોવાનો પત્રમાં આરોપ લાગ્યો હતો. આજે વહેલી સવાલથી કથિત ઓડિયો વીડિયોને લઈ રાજ ભારતી બાપુ વિવાદમાં હતા. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
Strong earthquake tremors felt in Delhi pic.twitter.com/VZkRU4uyLy
— ANI (@ANI) January 24, 2023
GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનની થઈવરણી
GCMMF Election: ગુજરાતકો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિના ચેરમેનપદની ચૂંટણી આજે આણંદ ખાતે યોજાઈ. સહકારી ક્ષેત્રના નવા નિયમોનુસાર નવા ચેરમેનનો કાર્યકાળ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષનો થતા અઢી વર્ષે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતી હોય છે. વાર્ષિક રૂ.70 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણી જાહેર થતાં ગુજરાતમાં સહકારી દૂધ ઉત્પાદક સંઘોનું રાજકારણ ગરમાયું હતું.
સર્વાનુમેત ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ હતી. જેમાં અગાઉના ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરાયા હતા. સાબર ડેરીના શામલભાઈ પટેલની ચેરમેન અને વાલમજી હુંબલને વાઇસ ચેરમેન પદે રિપીટ કરાયા હતા.
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ચેરમેનની ચૂંટણી કરવા માટે કલેક્ટરને દરખાસ્ત મોકલી આપી હતી. કલેક્ટર ડી.સી.ગઢવી દ્વારા જીસીએમએમએફના ચેરમેનપદની ચૂંટણી યોજવા માટે પ્રાંત અધિકારી ડો.ધવલકુમાર બારોટની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરી હતી. તેમજ જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
Savarkundla: નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકોને ફસાવતી મુસ્લિમ ગેંગનો થયો પર્દાફાશ
Amreli: લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની ધરપકડ કરી હતી. ડીવાયએસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો અંગે સમગ્ર માહિતી આપી હતી.
લુંટેરી દુલ્હને કંઈકને ચુનો ચોપડીને પૈસા લઈને લગ્ન કર્યા છે. ગયા ઓક્ટોમ્બર મહિનામાં સાવરકુંડલાના નિકુંજ માધવાણી સાથે લગ્ન કરેલા સેજલ નામની આ દુલ્હન મૂળ રાજસ્થાન બાજુની છે. તેનું સાચું નામ મુસ્કાન છે. આ લગ્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો દલાલ કિશોર મિસ્ત્રી છે, જે સાવરકુંડલા ના થોરડી ગામનો છે. આ કિશોર મિસ્ત્રીએ જ લગ્ન કરાવામાં 1 લાખ 90 હજાર લઈને પોતાના ઘરે જ હાર પહેરાવીને સેજલ અને નિકુંજના લગ્ન કરાવ્યા હતા ત્યારે સેજલની માતા ગીતા અને કાજલ નામની યુવતીઓ હાજર રહી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
