શોધખોળ કરો

Breaking News Live: અમિત શાહ-જેપી નડ્ડા આજે પીએમ મોદીને મળશે, રાબડી દેવીનો મોટો આરોપ, કહ્યું- ભાજપ કરાવે છે તોફાનો

Breaking News Live Updates 5th April' 23: ભારત અને વિદેશના સમાચાર સૌપ્રથમ જાણવા માટે અહીં બ્રેકિંગ ન્યૂઝ લાઈવ બ્લોગમાં અમારી સાથે રહો.

LIVE

Key Events
Breaking News Live: અમિત શાહ-જેપી નડ્ડા આજે પીએમ મોદીને મળશે, રાબડી દેવીનો મોટો આરોપ, કહ્યું- ભાજપ કરાવે છે તોફાનો

Background

Breaking News Live Updates 5th April' 23: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેનહટન કોર્ટમાં હાજર થયા. કોર્ટ સમક્ષ સીલબંધ એન્વલપમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જેમાં ટ્રમ્પ પર 34 આરોપો મૂકવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પ પર લાગેલા આરોપો કોર્ટ દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સુનાવણી ડિસેમ્બરમાં થઈ શકે છે.

કોર્ટમાં હાજર થયા બાદ ટ્રમ્પ ન્યૂયોર્કથી ફ્લોરિડા પહોંચ્યા હતા જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે મને ચૂંટણી લડવાથી રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકામાં આવું થશે એવું ક્યારેય વિચાર્યું ન હતું.

કલકત્તા હાઈકોર્ટમાં આજે હિંસા પર સુનાવણી

હુગલીના રિસડામાં થયેલી હિંસા પર આજે કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આ અરજી ભાજપના નેતા શુભેંદુ અધિકારીએ દાખલ કરી હતી. કોર્ટે મમતા સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રમખાણો અને ખરાબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો છે અને મમતા સરકારને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.

તે જ સમયે, બંગાળ બીજેપી અધ્યક્ષે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યું કે બંગાળમાં હિન્દુઓ અને લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રામ નવમી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવતા મમતા બેનર્જીએ કહ્યું કે આ એક ગુનાહિત હિંસા છે. હંગામો કરવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા છે. આ પહેલા રાજ્ય સરકાર પર પ્રહાર કરતા બીજેપી નેતા લોકેજ ચેટર્જીએ કહ્યું કે, કોમી તણાવ પાછળ મમતા બેનર્જીનો હાથ છે. પોલીસ હુમલાખોરોની ધરપકડ કરી રહી નથી.

બજેટ સત્રના છેલ્લા બે દિવસ

સંસદના બજેટ સત્રના છેલ્લા બે દિવસ બાકી છે. અદાણી કેસ અને વિદેશમાં રાહુલના નિવેદનને લઈને ગૃહમાં પક્ષો અને વિપક્ષ વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ સાથે જ છેલ્લા બે દિવસને લઈને આજે વિપક્ષની મહત્વની બેઠક મળવાની છે. વિપક્ષી પાર્ટીના સાંસદો સંસદ સંકુલમાં એકઠા થશે જ્યાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

15:20 PM (IST)  •  05 Apr 2023

Banaskantha: BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપ્યો, જાણો વિગત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાંથી BSF જવાનોએ એક પાકિસ્તાન ઘૂસણખોરને પકડ્યો છે. પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ દયારામ તરીકે કરવામાં આવી છે. 04 એપ્રિલ 2023 ના રોજ દયારામ પકડાયો હતો. બનાસકાંઠા જિલ્લાના નડેશ્વરી ખાતેથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બેરિકેડ ઓળંગતો  હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

થોડા દિવસો પહેલા સિરક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષ દળે એક પાકિસ્તાની બોટ સાથે ત્રણ ઘૂસણખોરોને ઝડપાયા હતા જો કે આ બોટમાંથી કોઈ જ સંદિગ્ય સામાન મળ્યો નથી અને ઝડપાયેલા માછીમારો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ગુજરાત ફ્રન્ટીયર સીમા સુરક્ષા દળના જનસંપર્ક અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ સીમા સુરક્ષા દળના જવાનો ફાસ્ટ બોટ મારફત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સિરક્રીક વિસ્તારમાં ભારતીય હદમાં એક પાકિસ્તાની બોટની હિલચાલ નજરે ચડી હતી. આથી સીમાદળના જવાનોએ ફાસ્ટબોટને દોડાવી ઘૂસેલી બોટને ઘેરી લીધી હતી. ઝડપાયેલી આ પાકિસ્તાની બોટની તલાશી લેતાં તેમાંથી કોઈ સંદિગ્ધ સામાન મળ્યો નહતો. આ બોટમાંથી ત્રણ ઘૂસણખોર પાકિસ્તાની માછીમાર એવા 65 વર્ષના સૈયદ ગુલામ મુર્તજા, હસન મોહમ્મદ શાહ (રહે. વિલબલદિયા-કરાચી) અને 54 વર્ષીય અલી અકબર અબ્દુલગની (રહે. અકાઈ કોલોની - ભુટકેમારી, કરાચી)ને ઝડપી લેવાયા હતા. આ માછીમારોની પૂછતાપછમાં તેમણે આપેલી વિગતો મુજબ તેમની બોટનું ઈન્જિન ખરાબ થઈ ગયું હતું અને ભારે પવન તથા ઊંચા ઉછળતા મોજાના લીધે આ બોટ અજાણતા ભારતીય સીમાની સિરક્રીક બાજુ આવી પહોંચી છે. થોડા દિવસ અગાઉ લખપતના દરિયાઇ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી 3 પાકિસ્તાની સાથે એક માછીમાર બોટ ઝડપી પાડયા હતા.   

15:19 PM (IST)  •  05 Apr 2023

હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું ચાલી રહ્યું છે કાવતરું : યુવરાજસિંહનો ધડાકો

Gandhinagar: હાલ ચાલી રહેલી પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હાલ ડમી ઉમેદવારની મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર પંથકમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. ચોક્કસ સમાજના મહેનતુ અને હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. નકલી માર્કશીટ, નક્લી સર્ટિફિકેટ અને નકલી ઉમેદવારોનું ષડયંત્ર સામે આવ્યું છે. Mphw, વિદ્યા સહાયક, તલાટી, બિંસચિવાલય અને ફોરેસ્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર અને નકલી સર્ટિફિકેટ કૌભાંડ ચાલ્યું છે. પરીક્ષા આપવા માટે નકલી સર્ટિફિકેટ પણ બનાવ્યા છે, નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપે છે.

તેણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે મારે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. જે આ બધી ઘટનાનું મૂળ હોઈ શકે છે.

15:19 PM (IST)  •  05 Apr 2023

Surat Fire: સુરતની આઈ હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને ખસેડવાની કામગીરી શરૂ

Surat News:  સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી આઈ હોસ્પિટલમાં આગ લાગી છે. આગ લાગ્યાની માહિતી મળતાં છ ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યો હતા. હાલ દર્દીઓને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં બનાસકાંઠાના કાંકરેજમાં આવેલી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં એક કુમળા માસૂમનું મોત થયું હતું. હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.. ત્રણ બાળકોની NICUમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આગની ઘટના બની હતી. કાંકરેજના શિંહોરીમાં આવેલી બાળકોની ખાનગી હની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય બે બાળકોને શિહોરીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હની હોસ્પિટલમાં ફાયર સેફ્ટિની વ્યવસ્થા હોવા છતાં આગ પર કાબૂ મેળવાય તે પહેલા જ એક બાળક તેમાં હોમાઈ ગયું હતું. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવા છતાં શા માટે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો હતા તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેમ ના કરવામાં આવ્યો તેવી પણ ચર્ચા આ ઘટના બાદ થઈ હતી.

Surat: fire in surat eye hospital patients lifted Surat Fire: સુરતની આઈ હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને ખસેડવાની કામગીરી શરૂ

15:19 PM (IST)  •  05 Apr 2023

Ahmedabad: નિકોલની સરદાર હોસ્પિટલના ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન લઈ કરી આત્મહત્યા

Doctor Suicide in Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડોક્ટરે સુસાઇડ કર્યાની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર રાહુલે હાથમાં ઈન્જેક્શન લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ડોક્ટરની આત્મહત્યાનું કારણ અકબંધ છે. નિકોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: A doctor of Sardar Hospital Nikol committed suicide by taking an injection in his hand Ahmedabad: નિકોલની સરદાર હોસ્પિટલના ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન લઈ કરી આત્મહત્યા

15:18 PM (IST)  •  05 Apr 2023

Kichcha Sudeep: અભિનેતા કિચ્ચા સુદીપ કર્ણાટકમાં ભાજપને સમર્થન કરશે

બેંગલુરુમાં કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે કહ્યું કે હું બોમાઈ સરને મારો ટેકો આપું છું, હું માત્ર ભાજપ માટે પ્રચાર કરીશ, ચૂંટણી નહીં લડું. આ દરમિયાન સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું કે તેઓ ખૂબ જ લોકપ્રિય છે. આનો ફાયદો ભાજપને થશે. અમે સ્પષ્ટ માર્જિનથી જીતીશું. રાજ્યમાં ડબલ એન્જિનની સરકારને જનતા સમર્થન આપશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget