શોધખોળ કરો

Weddign Video: દુલ્હા-દુલ્હન એકબીજાને જયમાળા પહેરાવતા હતા ને જાનૈયાઓએ કરી મારામારી, જુઓ Video

એકતરફ લગ્નમાં જ્યારે જયમાળા સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે નીચે હાજર કેટલાક મહેમાનો એકબીજા સાથે છુટ્ટાહાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. મામલો એટલો વધી ગયો હતો કે જયમાળાની વિધીને અધવચ્ચે જ રોકવી પડી.

Weddign Video: લગ્ન સમારોહમાં અવનવી ઘટનાઓ ઘટતી રહે છે. પરંતુ ક્યારેક લગ્નમાં આવી ઘટના બને છે જેના વિશે કોઈએ ક્યારેય વિચારી પણ ન શકો. લગ્નના સૌથી મહત્વપૂર્ણ રિવાજોમાંથી એક જયમાળા સમારોહ દરમિયાન મહેમાનો સંપૂર્ણપણે સ્ટેજને ઘેરી લે છે. કેટલાક પોતાના મોબાઈલ કેમેરામાં વિડિયો બનાવવાની તસ્દી લેતા હોય છે તો ઘણા લોકો વર-કન્યાને જોવા માટે આગળ આવે છે. આજકાલ લગ્નમાં વિવિધ પ્રકારના જયમાળાનો ટ્રેંડ જોવા મળે છે. જયમાળાના સમયે ક્યારેક દુલ્હન ડાન્સ કરવા લાગે છે તો ક્યારેક વરરાજા પ્રપોઝ કરીને સરપ્રાઈઝ આપે છે પરંતુ એક લગ્નમાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું. 

એકતરફ લગ્નમાં જ્યારે જયમાળા સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે નીચે હાજર કેટલાક મહેમાનો એકબીજા સાથે છુટ્ટાહાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. મામલો એટલો વધી ગયો હતો કે જયમાળાની વિધીને અધવચ્ચે જ રોકવી પડી હતી.

જયમાળા દરમિયાન મહેમાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

જયમાળા માટે ફરતું સ્ટેજ ગોઠવવામાં આવ્યું હતું. વરરાજા એ સ્ટેજ પર ઊભા હતાં અને કન્યા હાથમાં આરતીની થાળી લઈને ઊભી હતી. સ્ટેજ ચારે બાજુ ફરતું હતું અને જયમાળાની વિધિ થઈ રહી હ્તી. આ દરમિયાન ડ્રોન કેમેરા પણ વર-કન્યાની સામે ગોઠવાયા હતાં અને તેમનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. પરંતુ અચાનક જ નીચે કેટલાક મહેમાનો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને નોબત મારામારી સુધી આવી ગઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો અને નીચે ઉભેલા મહેમાનો એકબીજાને થપ્પડ મારવા લાગ્યા હતાં. પહેલા એક-બે લોકો વચ્ચે ઝઘડો થયો અને ધીમે-ધીમે મામલો એટલો વધી ગયો કે લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા હતાં. 

View this post on Instagram
 
A post shared by Rk Raj (@rajuraj2794)

લગ્નમાં મહેમાનો એકબીજા સાથે લડવા લાગ્યા

ફરતા સ્ટેજ પર ઊભેલા અને એકબીજાને વરમાળા પહેરાવી રહેલા દુલ્હા-દુલ્હનનું પણ ધ્યાન આ ઘટના તરફ ગયું હતું અને તેઓ પણ લડાઈ જોવા લાગ્યા હતાં. આ ઘટના જોઈ વરરાજા એ તરફ જવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં હાજર એક છોકરીએ વરરાજાનો હાથ પકડીને તેને રોકી લીધો હતો. ઝઘડો એટલો વધી ગયો હતો કે લોકોએ એકબીજા સાથે ઘણા સમય સુધી મારામારી કરી હતી. કેટલાક લોકો મારપીટ કરી લગ્ન મંડપમાંથી બહાર જવા લાગ્યા હતાં, પરંતુ લોકોનું ધ્યાન તો માત્ર તે ઝગડા તરફ જ હતું. થોડી જ સેકન્ડનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર rajuraj2794 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં લગભગ 80 હજાર લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. જ્યારે આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની કોંમેંટ આપી હતી. એક યુઝરે લખ્યું, 'ડ્રોન વાળો ઝઘડાનું શાનદાર કવરેજ કરી રહ્યો છે, દુલ્હન કી આરતી તો ભાડમાં જાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget