શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં જરૂરી સેવા આપનારી સંસ્થામાં બ્રોડબેન્ડ સેવા અને અનેક વિસ્તારોમાં 2G ઇન્ટરનેટ શરૂ
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગેલા પ્રતિબંધોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યાના 164 દિવસ બાદ જરૂરી સેવાઓ આપનારી સંસ્થાઓ માટે બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહી અનેક વિસ્તારોમાં 2જી ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગેલા પ્રતિબંધોની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ 15 જાન્યુઆરીથી લાગુ થશે અને સાત દિવસો સુધી લાગુ રહેશે. કાશ્મીર વિસ્તારમાં વધારાના 400 ઇન્ટરનેટ કિયોસ્ક સ્થાપિત કરવામાં આવશે. ઇન્ટરનેટ સેવા આપનારી કંપનીઓ જરૂરી સેવા આપતી સંસ્થાઓ, હોસ્પિટલો, બેન્કોની સાથે સાથે સરકારી કાર્યાલયોમાં બ્રોડબેન્ડની સુવિધા આપશે. પ્રવાસીઓની સુવિધાઓ માટે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ હોટલો અને પ્રવાસી સંસ્થાઓને આપવામાં આવશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ ક્ષેત્રના જમ્મુ, સાંબા. કઠુઆ, ઉધમપુર અને રહેણાંક વિસ્તારોમાં ઇબેન્કિંગ સહિત સુરક્ષિત વેબસાઇટ જોવા માટે પોસ્ટ પેઇડ મોબાઇલ પર 2જી મોબાઇલ કનેક્ટિવિટીની મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે કેટલાક દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે, બંધારણની કલમ 19 હેઠળ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એક મૌલિક અધિકાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion