શોધખોળ કરો
Advertisement
BSP-SP વચ્ચે ગઠબંધનમાં તિરાડ, 11 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી લડવાની માયાવતીની જાહેરાત
બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીની બેઠકમાં સપા-બસપા ગઠબંધન તુટવાના સંકેત આપ્યા છે. માયાવતીએ ઉત્તરપ્રદેશની તમામ 11 વિધાનસભા પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: બસપા સુપ્રીમો માયાવતીએ પાર્ટીની બેઠકમાં સપા-બસપા ગઠબંધન તુટવાના સંકેત આપ્યા છે. માયાવતીએ ઉત્તરપ્રદેશની તમામ 11 વિધાનસભા પેટાચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે પેટાચૂંટણી માટે નેતાઓને તૈયાર રહેવા માટે કહ્યું છે. હવે સવાલ એ છે કે શું તેઓ એકલા ચૂંટણી લડશે? અથવા અખિલેશ યાદવ સાથે મળીને ચૂંટણી લડશે. છેલ્લા 10 વર્ષમાં બસપાએ એક પણ પેટાચૂંટણી લડી નથી.
માયાવતીએ આજે પાર્ટીની બેઠકમાં કહ્યું કે ગઠબંધનથી કોઈ ફાયદો ન થયો. યાદવ મત ન મળ્યા. જો મળ્યા હોત તો યાદવ પરિવારના લોકોને ચૂંટણીમાં હારનો સામનો ન કરવો પડ્યો હોત. સમાજવાદી પાર્ટીના લોકોએ ઘણી જગ્યાએ ગઠબંધનની વિરૂદ્ધમાં કામ કર્યું. મુસલમાનો અમને પૂરતો સાથ આપ્યો. માયાવતીએ આરોપ લગાવ્યો કે કેટલીક બેઠકો પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ અમારી વિરૂદ્ધમાં કામ કર્યું, જો આમ ન થયું હોત તો પરિણામ કંઈક અલગ હોત.
ઉત્તરપ્રદેશની રામપુર સદર, જલાલપુર, બલહા, જૈદપુર, માનિકપુર, ગંગોહ, પ્રતાપગઢ, ગોવિંદનગર, લખનઉ કેંટ, ટુડલા, ઈગલાસ, હમીરપુર બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement