શોધખોળ કરો
Budget 2020: LICમાં સરકારનો હિસ્સો વેચવાને લઈને CM મમતા બેનર્જીએ મોદી સરકાર પર કર્યો મોટો પ્રહાર
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ દરમિયાન જાહેરાત્ કરી કે, સરકાર લાઈફ ઈશ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લાવશે. સરકાર એલઆઈસીનો IPO લિસ્ટેડ કરીને નાણાં એકત્ર કરશે.
![Budget 2020: LICમાં સરકારનો હિસ્સો વેચવાને લઈને CM મમતા બેનર્જીએ મોદી સરકાર પર કર્યો મોટો પ્રહાર budget 2020 mamata banerjee attacks modi government over lic and indian railways Budget 2020: LICમાં સરકારનો હિસ્સો વેચવાને લઈને CM મમતા બેનર્જીએ મોદી સરકાર પર કર્યો મોટો પ્રહાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/01223509/mamta-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અને સરકારી કંપનીઓમાં ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેઓએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સરકાર સાર્વજનિક સંસ્થાઓની વારસાને ખતમ કરી રહી છે.
તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘હું જાહેર સંસ્થાઓની ધરોહર અને વારસાને ટાર્ગેટ બનાવવા પર કેન્દ્ર સરકારની યોજનાઓને લઈને હેરાન છું. આ સુરક્ષાની ભાવનાનો અંત છે. શું આ એક યુગનો અંત છે.’
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ દરમિયાન જાહેરાત કરી હતી કે, સરકાર લાઈફ ઈશ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લાવશે. સરકાર એલઆઈસીનો IPO લિસ્ટેડ કરીને નાણાં એકત્ર કરશે. LIC ભારતના 1.3 અરબ લોકોમાંથી લગભગ આના ચોથા ભાગના લોકો સાથે જોડાયેલી છે. કંપની પાસે કુલ 31.10 લાખ કરોડ રૂપિયાના અસેટ અંડર મેનેજમેન્ટ છે. કેન્દ્ર સરકાર પાસે એલઆઈસીમાં 100 ટકા ઈક્વિટી છે. જેની વર્ષ 1956માં સંસદના અધિનિમય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો.
એલઆઈસીને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કરાવવામાં આવશે તો દેશની સૌથી મોટી સુચિબદ્ધ નાણાં સેવા કંપની બની જશે. આઈપીઓ લાવવા પાછળ સરકારનો ઈરાદો એ છે કે, સરકાર એલઆઈસીમાં પોતાનો હિસ્સો ઘટાડશે. કેન્દ્ર સરકારે પહેલા પણ જાહેરાત કરી ચૂકી છે કે તે પીએસયુ કંપનીઓમાં પોતાની ભાગીદારીને 35 ટકા સુધી જ રાખશે.
નાણામંત્રીએ ચાર નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ પણ પીપીપી મોડલથી કરવાની જાહેરાત કરી છે. તેજસ જેવી 150 પ્રાઈવેટ ટ્રેનો વધારવાની જાહેરાત કરી છે. હવે વિપક્ષ પાર્ટીઓ તેને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. થોડા દિવસો પહેલા મોદી સરકારે એર ઈન્ડિયાને પણ વેચવાની જાહેરાત કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી કેટલાક મહિનામા મોટા ડિસઇન્વેસમેન્ટ થવાની આશા છે, વર્ષ 2020-21માં 2.10 લાખ કરોડ રૂપિયાનું ડિસઇન્વેસમેન્ટ લક્ષ્ય મેળવવાની આશા છે.
બજેટ 2020: સરકાર કઈ મોટી કંપનીનો લાવશે IPO, નામ સાંભળીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)