શોધખોળ કરો
Advertisement
નાગરિકતા કાયદાને લઇને વિવાદ વચ્ચે પ્રણવ મુખર્જીની સલાહ- સરકારોએ તમામને સાથે લઇને ચાલવું જોઇએ
દેશમાં હાલમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિવાદ ઉભો થયો છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સલાહ આપી હતી કે સરકારોએ તમામને સાથે રાખીને ચાલવું જોઇએ. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના વિચારો માટે જાણીતા છે. દેશમાં હાલમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિવાદ ઉભો થયો છે.
વિવાદ વચ્ચે પ્રણવ મુખર્જીએ સલાહ આપી છે કે બહુમત અને બહુમતવાદ અથવા બહુમતીવાદમાં અંતર હોવું જોઇએ. સરકારોએ એમની વાત પણ સાંભળવી જોઇએ જેમણે તેમને મત આપ્યા નથી.
મુખર્જી ઇન્ડિયા ફાઉન્ડેશન નામના સંગઠન તરફથી આયોજીત દ્ધિતીય અટલ બિહારી વાજપેઇ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા. પ્રણવ મુખર્જીએ 1952થી લઇને 2019 સુધી તમામ ચૂંટણીના ઉદાહરણ આપતા કહ્યું કે ક્યારેય પણ કોઇ પાર્ટીને 50 ટકાથી વધારે મત મળ્યા નથી. લોકતંત્રની મજબૂતી માટે સંસદનું મજબૂત હોવું જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement