શોધખોળ કરો
Advertisement
CAA વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શનમાં લખનઉમાં એક અને કર્ણાટકમાં બેનાં મોત
આદિત્યનાથે કહ્યું કે, એનઆરસી મુદ્દા પર રાષ્ટ્ર વિરોધી તાકાતો હિંસા ફેલાવી રહી છે. જેમાં કોગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળ સામેલ છે. લોકોએ કાયદાની સચ્ચાઇ જાણવી જોઇએ.
લખનઉ: નાગરકિતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. ગુરુવારે લખનઉમાં હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. જેમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તીનું મોત નીજપ્યું હતું. જ્યારે બે લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા છે. પ્રદર્શનકારી યુવકના પેટમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેને લખનઉ ટ્રામા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યા તેનું મોત નીપજ્યુ હતું.
શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના બાદ પોલીસે પણ ભીડ પર નિયંત્રણ રાખવા લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી અને વાહનોમાં આગ ચાંપી દીધી હતી. આ વિરોધ પ્રદર્શન પર મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે કડક વલણ અપનાવ્યું છે.
સીએમ યોગી આદિત્યનાથે તોફાની તત્વ સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. યોગી આદિત્યનાથે જનતાના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. સાથે અફવાઓ ફેલાવનાર સામે પણ સખત નજર રાખવા કહ્યું છે. સીએમ યોગીએ કહ્યું, જે પણ હિંસાના દોષિત હશે તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. તેનાથી હિંસામાં કરાયેલ નુકશાનની ભરપાઇ કરવામાં આવશે.Lucknow: Uttar Pradesh DGP, OP Singh at the spot in Hazratganj where violence broke out during protest against #CitizenshipAmendmentAct. pic.twitter.com/n9k7Tdxnw8
— ANI UP (@ANINewsUP) December 19, 2019
ઉત્તર પ્રદેશના ગુરુવારે ધારા 144 લાગુ હોવા છતા પણ લખનઉમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે જોત જોતામાં ઉગ્ર બની ગયું હતુ. આ દરમિયાન પરિવર્તન ચોક પાસે 10 કાર, 3 બસ, 4 મીડિયા ઓબી વાન અને 20 બાઈકને આગને હવાલે કરી દીધી હતી. બીજી તરફ કર્ણનાટકના મંગલોરમાં બે પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આ ઘટના બાદ મંગલોરમાં શુક્રવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેતા કર્ણાટકના મેંગલુરુમાં કર્ફ્યૂ લગાવી દેવાયું છે, તે સિવાય સમગ્ર કર્ણાટકમાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે. સીએએ વિરુદ્ધ કર્ણાટકમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે.Uttar Pradesh CM Yogi Adityanath: I have called a meeting over this. You cant indulge in violence in name of protest. We will take strict action against such elements. Will seize property of those found guilty and compensate damage to public property. #CitizenshipAmendmentAct pic.twitter.com/6jxuXDLWDt
— ANI UP (@ANINewsUP) December 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion