શોધખોળ કરો

'જમ્મુ-કાશ્મીર ન જાઓ', ભારત સાથે વિવાદ વચ્ચે કેનેડાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ મંગળવારે (19 સપ્ટેમ્બર) તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી.

India-Canada Relations: ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ મંગળવારે (19 સપ્ટેમ્બર) તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની યાત્રા ન કરવા જણાવ્યું છે.

કેનેડાએ તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે. અપડેટ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, "જમ્મુ અને કાશ્મીર ન જાવ કારણ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે."

કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમજ ભારતીય રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

કેનેડાના આ ઉશ્કેરણીજનક પગલા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને આરોપોને વાહિયાત ગણાવ્યા છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢવામાં આવ્યા છે. ભારતની જવાબી કાર્યવાહી બાદ ટ્રુડોનું નિવેદન મંગળવારે (19 સપ્ટેમ્બર)ના રોજ આવ્યું હતું.
 
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું? 

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે કહ્યું, “અમે તણાવ ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અમે માત્ર હકીકતો રજૂ કરી રહ્યા છીએ.

ટ્રુડોએ વધુમાં કહ્યું કે અમે દરેક બાબતની સ્પષ્ટતા કરવા અને યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સાથે કામ કરવા માંગીએ છીએ.

તમને જણાવી દઈએ કે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગુરુદ્વારાની બહાર 18 જૂને બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ હવે નરમ વલણ અપનાવ્યું છે. તેણે કહ્યું છે કે તે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ તે નિજ્જરની હત્યા પર જવાબ માંગે છે. હરદીપ સિંહ નિજ્જર એક ખાલિસ્તાની આતંકવાદી હતો જેને 18 જૂનના રોજ સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં શીખોની વસ્તી છે. હવે જસ્ટિન ટ્રુડોએ સંસદમાં દાવો કર્યો છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ તેને આ અંગે નક્કર માહિતી આપી છે. જોકે, ભારતે કેનેડાના આ આરોપોને ફગાવી દીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાનSurendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપTapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
UPS: યૂનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલથી લાગૂ થશે, કેંદ્રીય કર્મચારીઓ માટે જાણો શું હશે શરતો  
UPS: યૂનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલથી લાગૂ થશે, કેંદ્રીય કર્મચારીઓ માટે જાણો શું હશે શરતો  
સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
સંદિગ્ધ બીમારીથી હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ
Embed widget