CBI Summons Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBI નું સમન્સ, પૂછપરછ માટે બોલાવાયા
CBI Summons Arvind Kejriwal: CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગ્યે બોલાવ્યા છે.
CBI Summons Arvind Kejriwal: CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. નવી લિકર પોલીસી કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. CBI અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
CBIના સમન્સ બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “અત્યાચારનો ચોક્કસ અંત આવશે. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલના સમન્સને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.
જણાવી દઈએ કે નવી દારૂ નીતિના મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.
શુક્રવારે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડને લઈને ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઘણી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે જે દેશને આગળ વધવા દેવા માંગતી નથી. તે નથી ઈચ્છતા કે ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળે. ગરીબનું બાળક ભણે તો દેશ પ્રગતિ કરે, એ લોકો નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે. એવા લોકો કોણ છે જેઓ નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે ? આ તમામ લોકોએ મળીને મનીષ સિસોદિયાને જેલમાં મોકલી દીધા હતા.
CBI summons Delhi CM and AAP national convenor Arvind Kejriwal on April 16 to question him in the excise policy case. pic.twitter.com/jlStNKhU2Y
— ANI (@ANI) April 14, 2023
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જે લોકોએ મનીષ સિસોદિયાને જેલમાં મોકલ્યા છે તેઓ દેશના દુશ્મન છે. ઈતિહાસ સાક્ષી છે કે જે વ્યક્તિએ શિક્ષણ ફેલાવવાનો પ્રયાસ કર્યો, ઈતિહાસમાં તેને સરમુખત્યારે ઉપાડીને જેલમાં મોકલી દીધો.