શોધખોળ કરો
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.78 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
આ પરિણામ સીબીએસઈ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે.
![CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.78 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ cbse 12th result announced www cbse nic in girls outshine CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.78 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/13211954/cbse-result.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે ટ્વીટ કરી જણાવ્યું છે કે CBSEએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામ સીબીએસઈ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે પરીક્ષામાં કુલ 88.78 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં છોકરીઓની પાસ થવાની ટકાવારી 92.15 ટકા અને છોકરાઓની પાસ થવાની ટકાવારી 86.16 રહી છે. આ વખતે 2020માં છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા 5.96 ટકા વધારે રહ્યું છે. સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા માટે કુલ 1203595 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જેમાંથી કુલ 1192961 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1059080 વિદ્યાર્થી પાસ થયા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી cbse બોર્ડના પરિણામો જાહેર કરવાની તારીખોને લઈ અટકળો ચાલી રહી હતી. આ તમામ અટકળો વચ્ચે આજે બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)