શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CBSEની ધોરણ 10 અને 12ની બાકીની પરીક્ષા 1થી 15 જુલાઇ વચ્ચે યોજાશે
કોરોના વાયરસને પગલે CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ વચ્ચે જ અટકાવવી પડી હતી. આ પરીક્ષા 1થી 15 જુલાઈની વચ્ચે લેવામાં આવશે.
નવી દિલ્હી : કોરોના વાયરસને પગલે CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ વચ્ચે જ અટકાવવી પડી હતી. આ પરીક્ષા 1થી 15 જુલાઈની વચ્ચે લેવામાં આવશે. વિદ્યાથી માટે આ મોટા રાહતના સમાચાર છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને CBSE બોર્ડની પરીક્ષા વિશે જાણકારી આપી હતી.
કેન્દ્રીય મંત્રી નિશંકે શુક્રવારે કહ્યું- લાંબા સમયથી CBSEની 10મા અને 12મા ધોરણની બાકીની પરીક્ષાઓની તારીખની રાહ હતી. આજે આ પરીક્ષાઓની તારીખ 1.07.2020થી 15.07.2020 વચ્ચે નક્કી કરવામાં આવી છે. હું આ પરીક્ષામાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા આપુ છું.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ત્રણ દિવસ પહેલા CBSEની 10મા બોર્ડની પરીક્ષા વિશે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓને છોડીને દેશમાં હવે 10માના વિદ્યાર્થીઓ માટે કોઇ પરીક્ષા કરાવવામાં નહીં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion