શોધખોળ કરો
Advertisement
કોરોનાના સંકટમાં CBSEએ ધોરણ 9થી 12નો અભ્યાસ ક્રમ 30 ટકા ઘટાડ્યો
કોરોના વાયરસના કહેરને લઈને સીબીએસઈનો ધોરણ 9થી 12નો અભ્યાસ ક્રમ 30 ટકા ઘટાડવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના કહેરને લઈને સીબીએસઈનો ધોરણ 9થી 12નો અભ્યાસ ક્રમ 30 ટકા ઘટાડવામાં આવ્યો છે. એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. દોઢ હજારથી વધુ નિષ્ણાંતોની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેંદ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલે ટ્વિટ કરી રહ્યું, વર્તમાનમાં ચાલી રહેલા COVID-19 સંકટના ધ્યાનમાં રાખતા CBSEએ અભ્યાસ ક્રમ ફેરબદલ કરવા અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમનું દબાણ ઓછુ કરવા માટે ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગત મહિને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કોરોના મહામારીથી થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે તમામ ક્લાસિસ માટે 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરવાની સલાહ આપી હતી. શિક્ષા વિભાગની બેઠકમાં પણ તેમણે અભ્યાસક્રમ 30થી 50 ટકા ઓછો કરવાની વાત કરી હતી.
રમેશ પોખરિયાલે જણાવ્યું કે કેટલાક સપ્તાહ પહેલા તમામ શિક્ષણવિદ્દ પાસે સૂચનો માંગવામાં આવ્યા હતા, મને એ જણાવતા આનંદ થાય છે કે અમને 1500થી વધુ સૂચનો મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement