(Source: ECI/ABP News/ABP Majha)
CDS Bipin Rawat Death News : CDS જનરલ બિપિન રાવત સહિત અન્ય તમામને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
CDS Bipin Rawat Death News Live Updates: તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા CDS બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને આજે લશ્કરી વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવશે.
LIVE
Background
CDS Bipin Rawat Death News Live Updates: તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા CDS બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને આજે લશ્કરી વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવશે. આવતીકાલે રાવતના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. લોકો સવારે 11 થી 2 વાગ્યા સુધી રાવતને અંતિમ સલામી આપી શકશે. તે જ સમયે, બે વાગ્યા પછી, રાવતના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ થશે. સાંજે 7.45 વાગ્યાથી મૃતદેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સીડીએસ જનરલ બિપિન રાવતનું પાર્થિવ શરીર સાંજે 7.30 વાગ્યે પાલમ એરપોર્ટ પહોંચશે. અગાઉ, તમામના નશ્વર અવશેષોને નીલગિરિ જિલ્લાના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલુર એરબેઝ પર લઈ જવામાં આવ્યા હતા.
ગઈકાલે એટલે કે બુધવારે, CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો સાથે નીલગિરી હિલ્સના વેલિંહટન સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજના સ્ટાફ કોર્સના અધ્યાપક અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તમિલનાડુના કુન્નુર પાસે એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેનું મૃત્યુ થયું.
PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી
રક્ષા મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ત્રણેય દળોના વડાઓ ઉપરાંત સેનાના અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત તમામ સેનાના જવાનોના નશ્વર દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ત્રણેય દળોના વડાઓ ઉપરાંત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
PM મોદી પાલમ એરપોર્ટ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ત્રણેય દળોના પ્રમુખો ઉપરાંત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ પાલમ એરપોર્ટ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.