શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટ્વિટરને સરકારની નોટિસ, ખેડૂત હિંસા સંબંધિત કન્ટેન્ટ અને એકાઉન્ટ હટાવો, નહીં તો થશે કાર્યવાહી
સરકારે ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસા સંબંધિત સામગ્રી, એકાઉન્ટ હટાવવા પોતાના આદેશનું અનુપાલન કરાવવા માટે ટ્વિટરને નોટિસ આપી છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસા સંબંધિત સામગ્રી, એકાઉન્ટ હટાવવા પોતાના આદેશનું અનુપાલન કરાવવા માટે ટ્વિટરને નોટિસ આપી છે. સૂત્રો અનુસાર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કાયદાકીય પગલા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, #ModiPlanningFarmerGenocide હેશટેગ સાથે કન્ટેન્ટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં ઈન્ફ્લેસન પેશન, નફરત અને ખૂબજ ખોટી રીતે અફવા ફેલાવનાર અને ભડકાઉ બનાવવામાં આવ્યું હતું.
તે સમાજમાં દુર્વ્યવહાર, ઉત્પીડન અને તણાવ પેદા કરવા માટે પ્રેરિત અભિયાન માનવામાં આવી શકે. આ અભિયાન નરસંહારને પ્રોત્સાહન આપનાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. આ કાયદો અને વ્યવસ્થા માટે ખતરો પેદા કરી શકે છે. દિલ્હીમાં ગણતંત્ર દિવસે જે હિંસા થઈ હતી, તેને દેશ ફરી જોઈ શકે નહીં. ટ્વિટર એક મધ્યસ્થ છે અને તે સરકારના નિર્દેશનું પાલન કરવા માટે બંધાયેલ છે. આમ કરવાથી ઈનકાર કરવા પર દંડાત્મક કાર્યવાહી થશે.
સૂત્રો અનુસાર સરકારે નોટિસમાં અડધો ડઝનથી વધુ સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંવિધાનિક બેન્ચોના નિર્ણયોને ટાંકવામાં આવ્યા છે અને સાર્વજનિક વ્યવસ્થા શું છે અને અધિકારીઓ અને અધિકાર શું છે. ટ્વિટર એક મધ્યસ્થ હોવાની સાથે સરકાર અનુસાર નિર્દેશોનું પાલન કરવા માટે બંધાયેલ છે, કારણ કે ભડકાઉ સામગ્રી શાંતિ અને વ્યવસ્થાને પ્રભાવિત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion