Link PAN with Aadhaar: ફરી એકવાર લંબાવાઇ પાનને આધાર સાથે લિન્ક કરવાની તારીખ, નહીં કરો લિન્ક તો મુકાશો મુશ્કેલીમાં.........
સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની તારીખને ફરી એકવાર લંબાવી દીધી છે. હવે તમે 30 જૂન, 2021 સુધી પાનને આધાર કાર્ડ સાથે લિન્ક કરાવી શકો છો, જે પહેલા 31 માર્ચ હતી. આમા તો સરકારે પહેલા પણ પાનને આધાર સાથે લિન્ક કરાવવાની તારીખને લંબાવી હતી,
નવી દિલ્હીઃ ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની તારીખને ફરી એકવાર લંબાવી દીધી છે. હવે તમે 30 જૂન, 2021 સુધી પાનને આધાર કાર્ડ સાથે લિન્ક કરાવી શકો છો, જે પહેલા 31 માર્ચ હતી. આમા તો સરકારે પહેલા પણ પાનને આધાર સાથે લિન્ક કરાવવાની તારીખને લંબાવી હતી, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે આને આગળ ધકેલવામાં આવી છે. ભારત સરકારના ઇન્કમ ટેક્સ વિભાગે પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવુ ફરજિયાત કરી દીધુ છે.
શું થશે જો તમારુ પાન આધાર સાથે લિન્ક નહી હોય તો.......
પાન કાર્ડની સૌથી વધુ જરૂર રિટર્ન ફાઇનલ કરવા માટે થાય છે. દરેક નાણાંકીય લેવડદેવડમાં આમાં અંકિત થયેલા નંબરોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેટલીય વાર બેન્ક કે પછી અન્ય જગ્યાઓએ કેવાયસી માટે પણ આ ઉપયોગી થાય છે. ભારત સરકારે પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરવુ ફરજિયાત કરતા કહ્યું હતુ કે તમામ લોકો પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવી લે, પરંતુ જો તમે આવુ નથી કરતા તો ડાયરેક્ટ ટેક્સ સેન્ટ્રલ બોર્ડના નૉટિફિકેશન અનુસાર, તમારુ પાન કાર્ડ ઓપરેટિવ નહીં રહે, અને આ ત્યારે ઓપરેટિવ નહીં થાય જ્યાં સુધી તમે આના આધાર કાર્ડ સાથે લિન્ક નથી કરી લેતા. તો તમને આપવામાં આવેલી તારીખ સુધી આને લિન્ક નથી કરાવતા તો આ ઓપરેટિવ નહીં રહે અને લિન્ક કરતા જ ફરીથી ઓપરેટિવ પણ થઇ જશે. ઇન્કમ ટેક્સ વિભાગના નિયમ અંતર્ગત પાનને આધાર સાથે લિન્ક ના કરાવવા તમને દંડ પણ થઇ શકે છે. જો તમે 1 જુલાઇ 2021 સુધી પોતાનુ પાન આધાર સાથે લિન્ક નથી કરાવ્યુ તો તમારા પર એક હજાર રૂપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે.
પાન કાર્ડની જરૂરિયાત કેટલાય કામોમાં પડે છે........
નાણાંકીય લેવડદેવડમાં કેટલાય પ્રકારની જોગવાઇઓમાં તમારી પાસે પાન કાર્ડ હોવુ જરૂરી છે, એટલે કે આના વિના કોઇપણ નાણાંકીય કામ અટકી જશે. જેમ કે બેન્ક એકાઉન્ટ ખોલાવતી વખતે પાન કાર્ડની જરૂર પડે છે, કોઇ ગાડી કે પછી કિંમતી સામાન વેચવા કે ખરીદવા જતી વખતે પાન કાર્ડનો નંબર જોઇએ છે. આ જ રીતે નક્કી સીમાની ઉપર લેવડદેવડ કરવા માટે પણ પાન નંબર જોઇએ છે. જ્યારે તમે ઇન્કમ ટેક્સ ફાઇલ કરો છો તો પાન નંબરના આધાર પર જ તમારા વાર્ષિક લેવડદેવડની જાણકારી ઇન્ટકમ ટેક્સ વિભાગને મળે છે, અને રિટર્ન ફોર્મમાં આને ભરવાની પણ હોય છે. વળી તમારા ટેક્સ રિફંડની ગણતરી માટે પણ પાન નંબરની આવશ્યકતા હોય છે. એટલે કે જો તમારુ પાન કાર્ડ ઓપેરટિવ નથી તો પછી તમે નાણાંકીય નથી કરી શકતા.
પાનને આધાર સાથે લિન્ક કરાવવુ જરૂરી........
જો તમે હજુ સુધી તમારુ પાન કાર્ડ આધાર સાથે લિન્ક નથી કરાવ્યુ તો તમારે આ કામ તાત્કાલિક કરવુ જોઇએ. પાન કાર્ડને ઓનલાઇન આધાર સાથે લિન્ક કરવામાં આવે છે, જે વેબસાઇટની ગાઇડલાઇન ફોલો કરીને આસાનીથી કરી શકાય છે.